હિન્દ ન્યુઝ, ઉમરપાડા
જેમાં ખેડુતોને ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે ખેતી ખર્ચ ધટાડી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને રવિ પાકોમાં ધઉ, શાકભાજી, તુવેર, ચણા જવા પાકોમાં જીવામૃત, ધનજીવામૃત, અગ્ર્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપણીઅર્ક જેવી દવાઓ ઘરબેઠા બનાવીને ખેતીપાકોમાં છંટકાવ કરીને જીવાતો પર નિયંત્રણ કરી શકાય છે તે અંગે ખેતીવાડી વિભાગના અધિકારી, આત્મા પ્રોજેકટના, તથા ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.