હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક નાગરિકોને તેમના ઘર આંગણે જ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. પ્રભાસપાટણ ખાતે નગરપાલિકા દ્વારા યોજાયેલા સેવાસેતુમાં નાગરિકોએ લાભ લઈ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો. ભાદરકા આસિફ અહમદભાઈએ સેવાસેતુમાં આવકનો દાખલો કઢાવ્યો હતો. આસિફભાઈએ જણાવ્યું હતું કે, અહીં સેવાસેતુમાં ખૂબ જ ઉત્તમ સુવિધા છે. હું મારા કુટુંબને ઉપયોગી થાય એ માટે આવકનો દાખલો કઢાવવા માટે આવ્યો હતો. મને તાત્કાલિક જ આવકનો દાખલો બનાવીને આપવામાં આવ્યો છે. સરકાર તરફથી આ ઉત્તમ સુવિધા…
Read MoreDay: October 20, 2024
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ઇણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેકટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને જન પ્રતિનિધિઓના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવી સમયસર જાણ કરવા તેમજ લોકસમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તે દિશામાં કામ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આ મિટિંગમાં બોરવાવ ગામે યોજાયેલી ગ્રામસભામાં બોરવાવ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અલગ અલગ મુદ્દાઓ પરત્વે કરેલી રજૂઆત તેમજ કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં વાડી વિસ્તારના ખેતરાઉ રસ્તા રીપેરીંગમાં વન વિભાગના સહકાર બાબતે, વન વિભાગના વિસ્તારમાંથી પાઇપલાઇન…
Read Moreઆણંદ અમુલ ડેરીની મુલાકાત લેતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય ના જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ આજે આણંદ ખાતે અમુલ ડેરીની મુલાકાત લીધી હતી. અમૂલ ડેરીની મુલાકાતમાં મંત્રીને અમૂલ્યની સ્થાપના, દૂધ તથા દૂધ આધારિત ઉત્પાદનની પ્રોસેસથી લઈને ગ્રાહક સુધી પહોંચાડવામાં માટેની સપ્લાય ચેઈન અંગે વિસ્તૃત વિગતો અમૂલના અધિકારી પ્રીતિ શુક્લાએ મંત્રીને આપી હતી, આ ઉપરાંત મંત્રીને અમૂલ વિશેની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી, જેનાથી મંત્રી પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે મંત્રીએ સહકારી એકમ અમુલ ડેરીના કાર્યપ્રણાલીથી પ્રભાવિત થઈને રાજ્યની અન્ય ડેરીઓએ પણ તે પ્રકારની…
Read Moreગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.આણંદના સિટી ગોડાઉનની આકસ્મિક મુલાકાત લેતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે આકસ્મિક આણંદ સિટી ખાતે આવેલ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ગોડાઉનની મુલાકાત લીધી હતી. મંત્રી એ ગોડાઉન ખાતે ઉપલબ્ધ જથ્થાની ચકાસણી કરી હતી, જેમાં ચણા, તુવેરદાળ, ઘઉં અને તેલ ના જથ્થાની ચકાસણી કરી જાત માહિતી મેળવી હતી. આણંદ સિટી ગોડાઉન ખાતેથી આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ૧૨૭ અને શહેરી વિસ્તારના ૨૭ મળીને કુલ ૧૫૪ સસ્તા અનાજની દુકાનો ખાતે જથ્થો પૂરો પાડવામાં આવે છે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી…
Read Moreઆણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેકટરએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. કલેકટરએ આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા, સરકારી જમીન ઉપરના દબાણો માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું, આ…
Read Moreઆણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સીઓ, ઈસરામા ખાતે ફળ અને શાકભાજી પરિક્ષણની તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, આણંદ નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સીઓઈ- ઈસરામા ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે પાંચ દિવસીય ફળ અને શાકભાજી પરિક્ષણની મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કિચન કેનીગ યોજના હેઠળ કુલ ૩૪ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન રૂ. ૨૫૦ સ્ટાઈપેંડ સાથે વિવિધ વાનગીઓ બનાવટ શીખવામાં આવે છે. આ તાલીમ માંથી મહિલાઓએ ગુલાબનું ગુલકંદ, રોઝ સીરમ, ગુલાબજળ, સફરજન જામ, કેળાના છાલની સેવ, વરીયાળી પ્રીમિક્ષ, ટામેટાની ચટણી, ટામેટા કેચપ, લસણની ચટણી, બટાટાની જલેબી, પનીરના લાડું, જેવી વિવિધ બનાવટો બનાવવામાં આવી હતી. તેમજ ઈસરામા ખાતે હળદર પાકના…
Read Moreસરકારી યોજનાઓના લાભ અંત્યોદય સુધી પહોંચાડવાની જવાબદારી સુપેરે નિભાવીએ -સાંસદ મિતેષભાઇ પટેલ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદના સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ મિતેષભાઇ પટેલે નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાકી રહેલ કામો પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ મેળવવા માગતા કોઈપણ લાભાર્થી કે જે લાભાર્થીઓને પીએમજેવાય યોજના હેઠળ લાભ મળવા પાત્ર હોય તેમને તાત્કાલિક આયુષ્માન કાર્ડ આપવા પણ સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું છે. વધુમાં શિક્ષણ વિભાગ હસ્તકની શાળાઓના ઓરડા જે ખરાબ થયેલ હોય તેને તાત્કાલિક નવા બનાવવા તથા રોડ રસ્તાઓ તાકીદે…
Read Moreઆણંદ જિલ્લાના રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ નેશનલ ફૂડ સિકયોરીટી એકટ-૨૦૧૩ (NFSA-2013) હેઠળ નોંધાયેલા અને નહિ નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકોએ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. નેશનલ ફૂડ સિકયોરીટી એકટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ ધારકોએ ઘણા સમયથી અનાજ મેળવેલ ન હોય તો તેમનું રેશનકાર્ડ સાઇલન્ટ થઇ જશે. સાઇલન્ટ રેશનકાર્ડની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા હોઇ કોઇએ ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. હાલ તમામ NFSA રેશનકાર્ડધારકોમાંથી સાયલન્ટ થઇ ગયેલા કાર્ડધારકો ઇ-કેવાયસી કરાવે ત્યારબાદ અનાજનો જથ્થો મેળવી શકે છે. રેશનકાર્ડ ધારકોએ મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત ખાતેથી ઇ-કેવાયસી કરાવી શકે છે. આ…
Read Moreભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે AI પર પાંચ દિવસીય વર્કશોપનો આરંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના વિદ્યાર્થીઓમાં ફેલાવવા માટે આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત પાંચ દિવસીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વર્કશોપનો પ્રારંભ કરાયો હતો. ૧૮ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન તકનીકી ક્ષેત્રની નવી પેઢી (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) પર વર્કશોપનું આયોજન કરાયું છે. સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાંથી ધો.૮ થી ૧૨ના ૧૦૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડો.…
Read More