સરકારી યોજનાઓના લાભ અંત્યોદય સુધી પહોંચાડવાની જવાબદારી સુપેરે નિભાવીએ -સાંસદ મિતેષભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, આણંદ

     આણંદના સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી હતી.

આ બેઠકમાં સાંસદ મિતેષભાઇ પટેલે નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાકી રહેલ કામો પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ મેળવવા માગતા કોઈપણ લાભાર્થી કે જે લાભાર્થીઓને પીએમજેવાય યોજના હેઠળ લાભ મળવા પાત્ર હોય તેમને તાત્કાલિક આયુષ્માન કાર્ડ આપવા પણ સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું છે.

વધુમાં શિક્ષણ વિભાગ હસ્તકની શાળાઓના ઓરડા જે ખરાબ થયેલ હોય તેને તાત્કાલિક નવા બનાવવા તથા રોડ રસ્તાઓ તાકીદે રીપેરીંગ કરવા ઉપરાંત નવા મંજૂર થયેલ રોડનું કામ ઝડપથી શરૂ કરવા પણ તેમણે જણાવ્યું હતું. આ વેળાએ સાંસદએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો સાચા લાભાર્થીઓની મળી રહે તેવું કામ કરવા અનુરોધ કર્યો હતો.

ભારત સરકાર ની વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.

સાંસદએ ઉપસ્થિત અધિકારીઓને સરકારની કલ્યાણકારી યોજનાના લાભો અંત્યોદય સુધી પહોંચાડવાની જવાબદારીને સુપેરે નિભાવવા જણાવ્યું હતું.

બેઠક દરમિયાન જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ સાંસદ દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્યાને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી. દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્યો સર્વ કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ અને ચિરાગભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment