હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક નાગરિકોને તેમના ઘર આંગણે જ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. પ્રભાસપાટણ ખાતે નગરપાલિકા દ્વારા યોજાયેલા સેવાસેતુમાં નાગરિકોએ લાભ લઈ વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો.
ભાદરકા આસિફ અહમદભાઈએ સેવાસેતુમાં આવકનો દાખલો કઢાવ્યો હતો. આસિફભાઈએ જણાવ્યું હતું કે, અહીં સેવાસેતુમાં ખૂબ જ ઉત્તમ સુવિધા છે. હું મારા કુટુંબને ઉપયોગી થાય એ માટે આવકનો દાખલો કઢાવવા માટે આવ્યો હતો. મને તાત્કાલિક જ આવકનો દાખલો બનાવીને આપવામાં આવ્યો છે. સરકાર તરફથી આ ઉત્તમ સુવિધા છે. આ બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું.
આ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રોપર્ટી ટેક્સ, આવકના દાખલા, જાતિ, ક્રિમિલેયર સર્ટિફિકેટ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય તેમજ સરકારના જુદા જુદા વિભાગો દ્વારા નાગરિકોને મળતી ૫૫ જેટલી જાહેર યોજના હેઠળના લાભો આપવામાં આવ્યા હતા.