જામનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું કલેકટર બી. કે. પંડ્યાના હસ્તે વિમોચન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના વરદ હસ્તે જામનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટિકા બુકનું ધન્વંતરિ ઓડિટોરીયમ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિમોચન પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, કમિશનર ડી. એન. મોદી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. જામનગર જિલ્લાની ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાનો ઇતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સરકારી યોજનાઓના લાભાર્થીઓના પ્રતિભાવો, જામનગરની આગવી ઓળખ સહિતનું તસ્વીરની ઝલક સાથે આલેખન…

Read More

છોટાઉદેપુરમાં કેન્દ્ર સરકાર દ્વારા પશુપાલકો માટે ત્રણ ફરતા પશુ દવાખાનાની ભેટ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જીલ્લા પંચાયત ખાતે આજરોજ ત્રણ ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. પશુધનની નિશુલ્ક સારવાર માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ત્રણ મોબાઈલ વેટરનરી કલીનીક છોટાઉદેપુર જીલ્લાના પશુપાલકોના પશુધનના તંદુરસ્ત નિર્વાહ માટે આપવામાં આવ્યા છે. આ ત્રણ વાનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, જયારે તેની જાળવણી, નિભાવ અને અન્ય ખર્ચ રાજ્ય સરકાર હસ્તક રહેશે. છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા પૈકી જેતપુર, છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાં આ ત્રણ વાન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઘરે બેઠા કે ખેતર પરથી ૧૯૬૨ પર કોલ કરીને કોઈપણ પશુપાલક પશુઓની સારવાર માટે જે- તે જગ્યાએ…

Read More

નાની દુમાંલી ગ્રામ પંચાયત અને દીપક ફાઉન્ડેશનના સહયોગથી ખાતે વન વિન્ડો અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જીલ્લાના નાની દુમાલી જુથ ગ્રામ પંચાયતના નાની દુમાલી, મોટી દુમાલી, જલોદા, ગૂંગાવાડા, ખોડીવલ્લી ગ્રામ્ય વિસ્તારોમાં દિપક ફાઉન્ડેશન સંચાલિત Family base & Alternative care in Gujarat (TFBAC-3087) (મિરેકલ પ્રોજેક્ટ) કાર્યરત છે જે સરકાર ની ગાઈડલાઈન મુજ્બ બાળ સુરક્ષા અને બાળ અધિકારો સંદર્ભે કાયદા અંગે અમલીકરણ કરાવી રહ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ રચાયેલી છે આ સમિતિના સભ્યો સમયાન્તરે મીટીંગ યોજી અગત્યના મુદ્દાઓની ચર્ચા કરે છે અને નિરાકરણ માટે ઉપાય શોધે છે. જેમાં વિવિધ મુદ્દાઓ જેવાકે પારિવરિક સબંધ, આર્થિક સ્થિતિ, જીવન શૈલી, શિક્ષણ, આરોગ્ય જેવા…

Read More

ઓડ અને બરોજ મુકામે લેબર વેલ્ફેર બોર્ડ- છોટાઉદેપુર દ્વારા શ્રમિકો માટે આરોગ્ય કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર તાલુકાના ઓડ અને પોટિયા ગામની સંયુક્ત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, બાંધકામ શ્રમિકોને તબીબી સહાય યોજના માટે નોર્થ સ્ટાર ડાઈગ્નોસ્ટીક્સ પ્રાઇવેટ લિમટેડ દ્વારા શ્રમિકોની મેડીકલ તપાસ કરવામાં આવી હતી તેમજ ધન્વન્તરિ આરોગ્ય રથમાં જે શ્રમિકોની નોંધણી થયેલ ન હતી તેવા શ્રમિકો ને કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, ઓડ પ્રાથમિક શાળા અને પોટીયા ગામ ની પ્રાથમિક શાળા ખાતે મેડીકલ રથમાં મેડીકલ તપાસ આપવામાં આવી હતી. કેમ્પના સ્થળે સુભાતસિંહ…

Read More

બોડેલી તાલુકાના સુર્યાઘોડા મુકામે બહેનોને જ્યુટના વિવિધ પ્રોડ્ક્ટ બનવાની તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આરસેટી), છોટાઉદેપુર, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન બેન્ક ઓફ બરોડા ધ્વારા પ્રયોજિત બોડેલી તાલુકાના સુર્યાઘોડા ખાતે તારીખ ૨૬/0૨/૨૦૨૪ થી ૦૯/૦૩/૨૦૨૪ સુધી ૧૩ દિવસ ની જ્યુટ પ્રોડ્ક્ટ ઉધ્યમી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોને ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપી રોજગારી મળી રહે તેવા આશયથી તાલીમ યોજવામાં આવી હતી. સંસ્થાના ડાયરેક્ટર રાહુલ જોશી દ્વારા સંસ્થાની વિગતવાર માહિતી આપવામા આવી હતી. ફેકલ્ટી જૈમિનભાઈ પટેલ દ્વારા સસ્થાની વિવિધ રમત રમાડી અને રમત માથી કઈંક શીખવા માટે તેવી કાર્ય શિબિર કરી હતી. તાલીમ દરમ્યાન…

Read More

કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ખૂલ્લો મૂકાયો

હિન્દ ન્યુઝ, સુરત      સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને સાંસદ સી.આર.પાટીલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ સાંસદ સાંસદ પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ (પી.એલ.આઈ.) સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકારે…

Read More

તાલાલા અને સુત્રાપાડા તાલુકાના લોકોની સુખાકારી માટે સરકાર માં નોનપ્લાનિંગ રસ્તાઓ અને પુલ મંજુર કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વિકસિત ભારત વિકસિત ગુજરાત તાલાલા અને સુત્રાપાડા તાલુકાના લોકોની સુખાકારી માટે સરકાર માં નોનપ્લાનિંગ રસ્તાઓ અને પુલ મંજુર કરાવી ખાતમુહૂર્ત કર્યાં. આ તકે પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા. 1). સુત્રાપાડા તાલુકાના લાટી ગામ થી વેરાવળ તાલુકાનાં બીજ ગામ ના મેઈનરોડ ને જોડતો રસ્તો 2). સુત્રાપાડા તાલુકાના કદવાર મેઈનરોડ થી હરણાસા ગામ ને જોડતો રસ્તો 3)સુત્રાપાડા થી ખાલેજ થી વેરાવળ તાલુકાનાં બીજ ગામ ને જોડતો રસ્તો 4). સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામ થી વાવડી થય ને બાવા ની વાવ ને જોડતો રસ્તો 5). સુત્રાપાડા તાલુકાના આલીદ્ધા ગામ…

Read More

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૦ કિ.રૂ.૨૫,૦૭૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, વી.વી.ધ્રાંગુ, એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.     ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર, વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ./જુગારની બાતમી મેળવવા માટે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર, રંગોલી પાર્ક ચોકડી પાસે આવતા બાતમી મળેલ કે,રાજકોટ-ભાવનગર હાઇ-વે, નવાગામ પાસે, ચામુંડા રેસ્ટોરન્ટની બાજુમાં રોડ ઉપર જાહેરમાં ત્રણ માણસો…

Read More

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

હિન્દ ન્યુઝ, વલસાડ       વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, રેન્જ – ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ, એમ.જે.કુરેશી, એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ. તા.૧૨/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.નાં માણસો પાલીતાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કો. ભદ્દેશભાઇ પંડયા તથા તરૂણભાઇ…

Read More