છોટાઉદેપુરમાં કેન્દ્ર સરકાર દ્વારા પશુપાલકો માટે ત્રણ ફરતા પશુ દવાખાનાની ભેટ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

જીલ્લા પંચાયત ખાતે આજરોજ ત્રણ ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. પશુધનની નિશુલ્ક સારવાર માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત ત્રણ મોબાઈલ વેટરનરી કલીનીક છોટાઉદેપુર જીલ્લાના પશુપાલકોના પશુધનના તંદુરસ્ત નિર્વાહ માટે આપવામાં આવ્યા છે. આ ત્રણ વાનનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, જયારે તેની જાળવણી, નિભાવ અને અન્ય ખર્ચ રાજ્ય સરકાર હસ્તક રહેશે. છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા પૈકી જેતપુર, છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાં આ ત્રણ વાન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઘરે બેઠા કે ખેતર પરથી ૧૯૬૨ પર કોલ કરીને કોઈપણ પશુપાલક પશુઓની સારવાર માટે જે- તે જગ્યાએ ફરતા દવાખાનાનો લાભ લઈ શકશે. આ દવાખાના માટે તપાસ, ટ્રીટમેન્ટ કે દવાઓ માટે કોઈ જ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહિ. જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં યોજાયેલા લોકાર્પણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃતિ સમિતિ ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, પશુપાલન કચેરીના ડો.સ્નેહલ પટેલ, ડો.ગરાસિયા, જિલ્લા પંચાયતના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જીવદયા પ્રેમીઓ જોડાયા હતા.

 

Related posts

Leave a Comment