ઓડ અને બરોજ મુકામે લેબર વેલ્ફેર બોર્ડ- છોટાઉદેપુર દ્વારા શ્રમિકો માટે આરોગ્ય કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

છોટાઉદેપુર તાલુકાના ઓડ અને પોટિયા ગામની સંયુક્ત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, બાંધકામ શ્રમિકોને તબીબી સહાય યોજના માટે નોર્થ સ્ટાર ડાઈગ્નોસ્ટીક્સ પ્રાઇવેટ લિમટેડ દ્વારા શ્રમિકોની મેડીકલ તપાસ કરવામાં આવી હતી તેમજ ધન્વન્તરિ આરોગ્ય રથમાં જે શ્રમિકોની નોંધણી થયેલ ન હતી તેવા શ્રમિકો ને કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા,

ઓડ પ્રાથમિક શાળા અને પોટીયા ગામ ની પ્રાથમિક શાળા ખાતે મેડીકલ રથમાં મેડીકલ તપાસ આપવામાં આવી હતી. કેમ્પના સ્થળે સુભાતસિંહ રાઠવા, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર દ્વારા શ્રમિકો વધુમાં વધુ યોજનાકીય લાભ લે તેમજ મેડિકલ ચેકઅપ કરાવે તેવો અનુરોધ કર્યો હતો.

  ઓડ ગ્રામ પંચાયત કેમ્પમાં કૂલ 137 જેટલા શ્રમિકોએ લાભ લીધો હતો. તેમજ બરોજ ગ્રામ પંચાયત કેમ્પમાં ૯૫ જેટલા શ્રમિકોએ લાભ લીધો હતો. ઓડ ગ્રામ પંચાયતના સભ્ય અમિતભાઈ ભુખલાભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના સભ્ય રાઠવા નરસિંગભાઈ ચંદુભાઈ રાઠવાએ સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન કર્યું હતું.

Related posts

Leave a Comment