મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે બાખલવડ ખાતે આલણ સાગર ડેમની કેનાલ શરુ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનો લગતી બાબતોના વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના બાખલવડ ખાતે આલણ સાગર ડેમની કેનાલમા પાણીના વધામણા કરી કેનાલ શરુ કરવામાં આવી હતી. આ તકે મંત્રીએ સ્થાનિકોને સંબોધતા કહ્યું હતું કે, જસદણ તાલુકાની પાણીની સમસ્યા આજે ભૂતકાળ બની ગઈ છે. આજે નર્મદાના નીર અહીં સુધી પહોંચ્યા છે. આ કેનાલના શરૂ થવાથી જસદણ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પૂરતું પાણી મળશે. પાણીની સમસ્યા દૂર કરી રાજ્ય સરકારે છેવાડાના માનવીને પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડ્યા છે. આ પ્રસંગે…

Read More

મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા દેવપરા અને હિંગોળગઢના ચેકડેમ ઊંડા ઉતારવાના કામનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, જસદણ      ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ અને વિંછીયા પંથકના પ્રજાજનો હિતાર્થે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દેવપરા ગામ તેમજ વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામ નજીક આવેલા ચેકડેમ ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં દરેક વ્યક્તિને પૂરતું પાણી મળી રહે તે માટે સતત નવી સિંચાઈ યોજનાઓનો પ્રારંભ કરી, જૂની સિંચાઈ અને પીવાના પાણી માટેની યોજનાઓને નવી પાઈપલાઈન અન્ય સુવિધાઓ સાથે જોડી પાણી પુરવઠાને વધુ સુદૃઢ કરવામાં આવી રહ્યો છે.…

Read More

મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં કોટડા સાંગાણીમાં તાલુકા રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં આજે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબહેન બાબરિયાના અધ્યક્ષસ્થાને પ્રારંભ થયો હતો. અહીંની તાલુકા કન્યા શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જેમને સંબોધતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાએ જણાવ્યું હતું કે, “ખેડૂતોની ચિંતા કરતા વર્તમાન વડાપ્રધાન તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યમાં ખેડૂતો ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકે અને આર્થિક રીતે સક્ષમ બને તેવા શુભ આશય સાથે કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. એક સમય એવો હતો કે, ખેડૂતોને બિયારણ તેમજ અન્ય બાબતોની તપાસ માટે…

Read More

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ

હિન્દ ન્યુઝ, મોરબી        ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ અને તેમને વિવિધ યોજનાઓની માહિતી આપી યોજનાઓના લાભ હેઠળ સાંકળી લેવાના હેતુથી મોરબી જિલ્લામાં ૫ તાલુકા અને એક પિયતના નવા સોર્સ ખાતે એક ૬ જગ્યાઓએ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનો મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શુભારંભ કરાવ્યો હતો. ખેતી એ આપણી ધરોહર અને આપણી સંસ્કૃતિ છે. ત્યારે રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે…

Read More

ભાવનગર જિલ્લામાં તા. ૨૯ નવેમ્બર થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે ભાવનગર જિલ્લામાં તા. ૨૯ નવેમ્બર થી બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને છ રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથના ગામોમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા એ જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન ભાવનગર…

Read More

ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્રના હેડ અને સંશોધન કૃષિ વૈજ્ઞાનિક કે.ડી.મૂંગરા દ્વારા પ્રાકૃતિક ખેતી અને શ્રી અન્નનું દૈનિક જીવનમાં મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.  તેમજ ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો વર્ણવ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિ યાંત્રીકરણ, કિશાન પરીવહન અને બાગાયત વિભાગના ટ્રેકટરના સહાય મંજુરી પત્રો/પેયમેંટ ઓર્ડર અને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ તેમજ આત્મા શાખા દ્વારા પ્રગતિશીલ ખેડુતોને સન્માનપત્રોનું ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા તેમજ મહાનુભાવોના…

Read More

જામજોધપુર એ.પી.એમ.સી. ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના જામજોધપુર એ.પી.એમ.સી. ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત કૃષિ પરીસંવાદ, કૃષિ પ્રદર્શન સ્ટૉલ અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  કાર્યક્રમ દરમિયાન કૃષિ યાંત્રીકરણ, સોલાર પાવર યુનિટ અને બાગાયતના મધમાખી યુનિટના સહાય મંજુરી પત્રો/પેયમેંટ ઓર્ડર અને સોઇલ હેલ્થ કાર્ડનું મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પશુ સારવાર કેમ્પ, આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા વિવિધ મિલેટસમાંથી બનતી વાનગીના સ્ટોલ, કૃષિ પ્રદર્શન, સેવાસેતુના સ્ટોલ, કૃષિની સહાય યોજાનાઓ અંગેનો સ્ટોલ પ્રાકૃતિક કૃષિના ખેડૂતના સ્ટોલ, જી.એ.ટી.એલ.…

Read More

ધ્રોલ એપીએમસી ખાતે કૃષિ પરીસંવાદ અને કૃષિ પ્રદર્શન સ્ટૉલનું આયોજન કરાયું

રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત કૃષિ પરીસંવાદ, કૃષિ પ્રદર્શન સ્ટૉલ અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન શિયારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્ર જામનગરના કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ.એમ.તળપદા અને ડો. આર જે ચૌધરીએ ખેડુતોને કૃષિ વિષયક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવોનુ આદાન-પ્રદાન કર્યુ હતું. કાર્યક્રમ દરમિયાન કૃષિ યાંત્રીકરણ, સહાય મંજુરી પત્રો/પેયમેંટ ઓર્ડર,બેસ્ટ આત્મા એવોર્ડ અને સોઇલ હેલ્થ કાર્ડનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સેવાસેતુ…

Read More

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્રોલ ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર             રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલની આગેવાની હેઠળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઝુંબેશ હેઠળ કેબિનેટમંત્રી અને અધિકારીઓ તેમજ આજુબાજુના લોકો દ્વારા સફાઇ હાથ ધરવામાં આવી હતી.   આ કાર્યક્રમમાં કેબિનેટમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરેલ સ્વચ્છતા હી સેવા અભિયાન દેશ વ્યાપી બન્યું છે. સ્વચ્છતા એ માત્ર સરકારી કાર્યક્રમ જ નહીં પરંતુ નાગરિકોના જીવનની રીતમાં પણ પાયાનો સિદ્ધાંત બની ગયો છે. આ…

Read More

રાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

રવિ કૃષિ મહોત્સવ હિન્દ ન્યુઝ, જામનગર કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને રવિ ઋતુના પાકો વિશે આધુનિક તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. રાજ્યભરમાં દ્વિ દિવસીય દરમ્યાન ૨૬૬ સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો સહભાગી થયા હતા. મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના કુલ ૨૬૬ સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવનો અમદાવાદના પીરાણા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિમંત્રી, કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા તથા…

Read More