દબાણ હટાવ શાખા દ્વારા ૫૧ રેંકડી / કેબીન તથા ૪૦૬ બોર્ડ / બેનરો જપ્ત કરેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૨૧/૦૯/૨૦૨૩ થી ૨૯/૦૯/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૫૧ રેકડી/કેબીન તે મવડી મેઈન રોડ,રૈયા ચોકડી,રાણી પાર્કે નંદનવન,પુષ્કરધામ, જામનગર રોડ, છોટુનગર, આહીર ચોક,જ્યુબેલી વન-વે, નિલકંઠ ચોક, ગોંડલ ચોકડી, હુડકો ચોકડી, કોઠારીયા સોલવન્ટ, માર્કેટીંગ યાર્ડ પાસેથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્ય ૧૧૦ પરચુરણ ચીજ વસ્તુઓ તે ચંદ્રેશનગર, એસ.કે.ચોક, મહદેવ મંદિર પાસે,…

Read More

“પી.એમ. સ્વનિધિ” યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરતા કેન્દ્રીયમંત્રી ડૉ. ભાગવત કરાડ

હિન્દ ન્યુઝ, રાજકોટ  શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા વધુમાં વધુ લોન આપવા નાણા રાજ્ય મંત્રીની બેંકર્સને સૂચના : ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરીની તા.૨૯/૦૯/૨૦૨૩ના રોજ સાંજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાનાર બેઠકમાં ભારત સરકારશ્રીના માનનીય નાણા મંત્રી (રાજ્ય કક્ષા) શ્રી ડૉ. ભાગવત કરાડ, કેન્દ્રિય નાણા મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨ જી ઓક્ટોબર “ગાંધી જયંતિ” નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે

હિન્દ ન્યુઝ, રાજકોટ       ૨ જી ઓક્ટોબર “ગાંધી જયંતિ” નિમિતે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના સંયુક્ત ઉપક્રમે “ગાંધી ધૂન” કાર્યક્રમ યોજાશે. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતુ મ્યુઝીયમ બનાવવામાં આવેલ છે. આ મ્યુઝીયમમાંગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત દર્શાવામાં આવેલ છે. આ મ્યુઝીયમનું આપણા દેશના વડાપ્રધાન માન.નરેન્દ્રભાઈ…

Read More

ખંભાતના નવરત્ન ટોકિઝ પાસે ગણેશ વિસર્જન યાત્રામાં વીજ કરંટ લાગતા 2ના મોત અને 2 ઇજાગ્રસ્ત

હિન્દ ન્યુઝ, આણંદ      ખંભાત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા યોજાઇ હતી ત્યારે બપોરના બે કલાકની આસપાસ યાત્રા નવરત્ન ટોકીઝ પાસે પહોંચી હતી. લાડવાડા ગણેશજીની મૂર્તિ વીજ લાઈન અડી જતા વીજ કરંટ લાગતા ૪ યુવકો નીચે પટકાયા હતા. જેને કારણે 2 યુવકનું મોત નિપજ્યું હતું અને 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત યુવકોને ખંભાતની જનરલ હોસ્પિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે આ ઘટનાને પગલે ખંભાતમાં ભારે ચકચાર મચી ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાત…

Read More

દીકરી દિવસ નિમિત્તે આણંદ ખાતે આણંદ પોલીસની “સી” ટીમ દ્વારા દીકરીઓને સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ, બુધવારે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તૈયાર કરાયેલી મહિલા પોલીસની “સી” ટીમ દ્વારા મહિલાઓને અને તેમાંય ખાસ કરીને શાળા કોલેજમાં ભણતી દીકરીઓને જાતીય સલામતી અને સુરક્ષા અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ પોતાની સલામતી અને સ્વસુરક્ષા અંગે વધુ સજાગ અને જાગરૂક બની રહ્યા છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ દીકરી દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની “સી” ટીમ દ્વારા મહિલા સલામતી અને સુરક્ષા અંગે દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા પોલીસની “સી” ટીમ હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં અંદાજિત ૩૫ જેટલી મહિલાકર્મીઓ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ…

Read More

ચંદ્રયાનની થીમ પર ગણેશજીની મૂર્તિ આકર્ષણરૂપ બની

હિન્દ ન્યુઝ, આણંદ        વડોદરા જીલ્લામાં દુદાળા દેવ વિદ્મહર્તા ગણેશજીની પૂજા આરાધનાના અવસર સમાન ગણેશ મહોત્સવની વિવિધ પંડાલો અને ધર્મસ્થાનો પર મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે છે. યુવક મંડળો દ્વારા કેટલાંક સ્થળોએ આકર્ષણરૂપ ગણેશ મહોત્સવ ઉજવવા માટે નવતર આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે વડોદરા શહેરના ભાયલીમા આધ્યા એરીશ સોસાયટી પરીવાર દ્વારા ગણેશ મહોત્સવની વિશિષ્ટતા સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું તાજેતરમાં જ દેશ દ્વારા ચંદ્રયાનની સફળતા સંબંધિત થીમ પર ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત પંડાલમાં ચંદ્રયાન, ચંદ્રભૂમિ વગેરે થીમ બનાવવામાં આવી છે.   ગણેશજી સ્થાપનામાં મંગળવારે છપ્પનભોગ અને…

Read More