ગુજરાત માલધારી સેના બાવળા દ્વારા મામલતદારને ગૌચર પર થી દબાણ હટાવવા માટે આવેદન પત્ર આપ્યુ

બાવળા, 

બાવળા ખાતે ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા માટે ગાય અને ગૌચર બચાવો અભિયાન નું સૂત્ર ના આધારે બાવળા ખાતે ખૂબ મોટો પ્રમાણ મા માલધારીઓ એ સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે એકઠા થઈને ગુજરાત માલધારી સેના બાવળા ના પ્રમુખ રાજુભાઈ ભરવાડ, જીગરભાઈ મુંધવા, ધર્મેશ ભાઈ લામકા, મહેંદ્ર ભાઈ ઝુંઝા, લાલ ભાઈ મુંધવા, ભાગ્યેસ ભાઈ, વિજય ભાઈ રબારી, રણછોડભાઈ રબારી માલધારી સમાજના આગેવાનો (રબારી ભરવાડ) સાથે મળીને બાવળા મામલતદાર કચેરી ખાતે ગૌચર પર થી દબાણ હટાવવા માટે મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

અને જો ૩૦ દિવસમાં ગૌચર જમીન પર ના દબાણ નહીં દૂર કરવા મા આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. એવી ચીમકી બાવળા તાલુકાના ગુજરાત માલધારી સેના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી.

રિપોર્ટર : અભિષેક સુરાણી , બાવળા

Related posts

Leave a Comment