માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની તડામાર તૈયારીઓ શરૂ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    રાજ્યના 650થી વધુ ખેલાડીઓ બીચ ફેસ્ટિવલમાં જોડાશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા. 27થી 30 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરાયું છે.

ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

Related posts

Leave a Comment