સોમનાથ મહાદેવને શ્રાવણ વદ નોમ ના દિવસે કમળ પુષ્પ શૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ   વિવિધ કમળોનો ઉપયોગ કરી સુંદર શૃંગારના દર્શન ની ઝાંખી થી ભક્તો ધન્ય બન્યા         શ્રાવણમાસના અંતીમ દિવસોમાં ભક્તો મહાદેવ ના દર્શન માટે દુર-દુર થી આવી રહ્યા છે. ભક્તો વૈવિદ્યતા સભર દર્શનનો લાભ મળે તેવા શુભ આશયથી કમળ પુષ્પ શૃંગાર કરવામાં આવેલો હતો. કમળ કાદવમાં ખીલે છે, છતાં એ કાદવ તેને સ્પર્શી શકતો નથી. કમળની સુંદરતા અને તેની સુગંધ દરેકનું મન મોહનારી છે. કમળની આઠ પાંખડીઓ માણસના જુદા-જુદા ગુણની પ્રતીક છે. કમળ આપણને જીવન જીવવાની રીત શીખવે છે.          કમળની આઠ પાંખડીઓ…

Read More

ભાવનગર ખાતે સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૩ નું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હિન્દ ન્યુઝ, ભાવનગર  સમગ્ર ભાવનગર અને બોટાદ જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૩ નું આયોજન કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા અને સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ભારત સરકારના કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૯-૩૦ સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના ૧૦ અને બોટાદ જિલ્લાના ૪ તાલુકાઓ મળી કુલ ૧૪ તાલુકાઓમાં ખેલસ્પર્ધાઓ યોજાયા બાદ જિલ્લા કક્ષાની ખેલસ્પર્ધા ભાવનગર ખાતે યોજાશે. જેમાં તા.૨૧-૨૨/૦૯/૨૦૨૩…

Read More