ગીર સોમનાથ જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા માળી તાલીમ માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખાતાની નવી યોજના વર્ષ ૨૦૨૩-૨૪ માટે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) નવી બાબત તરીકે મંજુર કરવામાં આવેલ છે. રાજ્યના શહેરોમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યોમાં વૃધ્ધિ કરી તેમના માટે રોજગારીની નવી તકો ઉભી કરવાનો નેક ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા વધુ એક નવીન યોજના તરીકે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) અમલમાં મુકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત http//ikhedut.gujarat.gov.in ના માધ્યમ મારફતે તા.૨૨/૦૯/૨૦૨૩ સુધી અરજીઓ મંગાવવામાં આવે છે.  આ યોજના અંતર્ગત ૧૮ થી ૪૫ વર્ષના તાલીમાર્થીને ત્રણ…

Read More

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા રાજ્યસભા-લોકસભા કમિટીના સભ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ     સમગ્ર ૧૨ જ્યોતિર્લિંગમાં ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમું સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ છે ત્યારે પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટી ઓન હોમ અફેર્સના ચેરમેન બ્રિજલાલ સહિત રાજ્યસભા-લોકસભા કમિટીના સભ્યોએ સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ ઉપરાંત પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. જે પછી નવા સર્કિટ હાઉસ ખાતે કમિટીએ સોમનાથ મંદિરની સુરક્ષાને લગતી બાબતો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. મંદિરની મુલાકાત લઇ શિલ્પની દ્રષ્ટિએ કલાત્મકતા તેમજ આધ્યાત્મિક દ્રષ્ટિએ સોમનાથ મંદિરની ભવ્યતા નિહાળી કમિટીના તમામ સભ્યો મંત્રમુગ્ધ થયા…

Read More

જન્માષ્ટમી મહોત્સવ સંકલન સમિતિ – કાલાવડ દ્વારા જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન

હિન્દ ન્યુઝ, કાલાવડ         જામનગર જિલ્લા નાં કાલાવડ ખાતે જન્માષ્ટમી મહોત્સવ સંકલન સમિતિ – કાલાવડ દ્વારા તા.૦૭-૦૯-૨૦૨૩ ને ગુરુવાર જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રાનો સવારે ૭:૩૦ કલાકે ‘શ્રી રામજી મંદિર’ થી શરુ થઇ ગ્રેઇન મારકેટ રોડ પાસેથી ધોરાજી રોડ ઉપર ઓકટ્રોય નાકા પાસેથી સિનેમા રોડ થઇ મુરીલા નાકાથી મેઈન બજારમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ સવારે ૧૧ કલાકે નગર દરવાજે લીમડા ચોક ખાતે ધર્મસભા યોજાશે. આ ધર્મસભામાં શીખ સંપ્રદાયના ગ્રંથી સાહેબ, ગુરુદેવસિંગ ગુરુદ્વારા – જામનગર સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે. ત્યાર બાદ…

Read More

27 સપ્ટેમ્બરના બોટાદ તાલુકા (શહેર/ગ્રામ્ય)નો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ            બોટાદ(ગ્રામ્ય) મામલતદાર તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર-2023ના માસનો બોટાદ (શહેરી/ગ્રામ્ય) તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.27 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10:30 કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર કચેરી, બોટાદ ખાતે યોજાશે.   આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી/વિભાગને લગત એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદાર એ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.10/09/2023 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના 10:30 કલાકથી સાંજના…

Read More

પવિત્ર શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ     પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર શ્વેત પીતાંબર, વિવિધ પુષ્પો તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ. જે દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો.      પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં શ્રી સોમનાથ મહાદેવની પાલખી ને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહાર થી શણગારવામાં આવી હતી.પાલખીયાત્રા હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે મંદિર પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર…

Read More