પવિત્ર શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ

    પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર શ્વેત પીતાંબર, વિવિધ પુષ્પો તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ. જે દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો.

     પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં શ્રી સોમનાથ મહાદેવની પાલખી ને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહાર થી શણગારવામાં આવી હતી.પાલખીયાત્રા હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે મંદિર પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી ના હસ્તે કરવામાં આવેલું હતું. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી, કર્મચારી, તીર્થ પુરોહિત, દર્શનાર્થીઑ પણ જોડાયા અને ધન્યતા અનુભવી.

Related posts

Leave a Comment