હિન્દ ન્યુઝ, મહુવા મહુવા તાલુકામાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઇ – લોકાર્પણ કરાયું હતું. આ પોલીસ સ્ટેશન ખાતે બિન હાથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર ૦૧, બિન હથિયારી આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર ૦૩, બિન હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ ૧૯, બિન હાથિયારી પોલીસ કોન્સ્ટેબલ ૩૨ અને ડ્રાઈવર ૦૧ મળી કુલ ૫૬ પોલીસ સ્ટાફના લોકો ફરજ બજાવશે. આ ઉપરાંત કુંભણ, અમૃતવેલ અને માળાવાવ એમ કુલ ૦૩ આઉટ પોલીસ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. જેથી મહુવા તાલુકાના કુલ ૪૮ જેટલા ગામોને પોલીસ ખાતાની સરતાથી સેવાઓ ઉપલબ્ધ…
Read MoreDay: September 2, 2023
મહુવા ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરતાં ગૃહ રાજ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મહુવામાં ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ દ્વારા નિર્મિત નવા બસ સ્ટેશનનું લોકાપર્ણ તેમજ ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નવનિર્મિત મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનનું અને બગદાણા ખાતે પી.એસ.આઈ. રહેણાંક અને ૧૬ અન્ય આવાસોનું ઈ-લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ દ્વારા મહુવામાં રૂ. ૪૬૦.૯૯ લાખના ખર્ચે નિર્માણ થયેલા બસસ્ટેશનનું લોકાર્પણ વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં કર્યુ હતું. આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દરેક કલ્યાણકારી…
Read Moreભાવનગરમાં રમતવીરોનું સન્માન કરતા ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં આજે ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષભાઇ સંઘવીએ ‘ઓમ સેવા ધામ’ સંસ્થા આયોજિત ‘માધવ છે સંગાથે’ કાર્યક્રમમાં રમતવીરોનું સન્માન કર્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં ‘ઓમ સેવા ધામ’ના વડીલો, રોટરી ક્લબ સહિતની સંસ્થાઓ દ્વારા મંત્રી નું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ રમતોનાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ હાંસલ કરનારાં રમતવીરોને સન્માનિત કરી મંત્રીએ પ્રોત્સાહિત કર્યા હતા. બીજી તરફ ભાવનગરની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા મંત્રીનું સન્માન કરી તેમનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં 108 ભૂલકાંઓએ બાળકૃષ્ણની વેશભૂષા ધારણ કરી મંત્રીશ્રીનું અભિવાદન કર્યું…
Read Moreભાવનગર જિલ્લા કક્ષા ની ખો-ખો રમત ની સ્પર્ધાની તારીખમાં ફેરફાર
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે યોજાનાર ખો-ખો રમત ની સ્પર્ધાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળાકીય સ્પર્ધા -૨૦૨૩ની અંતર્ગત ભાવનગર શહેરની જિલ્લા કક્ષા ની ખો-ખો રમત ની સ્પર્ધાની તારીખ ૯ અને ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ થી બદલી ને તા. ૧૬/૦૯/૨૦૨૩ (ભાઈઓ) થી ૧૭/૦૯/૨૦૨૩ (બહેનો) ના રોજ કરવામાં આવનાર છે જે જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભાવનગર ની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Read Moreભાવનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ પદાધિકારીઓ- અધિકારીઓ સાથે બેઠક કરી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં મંત્રી એ વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી. બેઠકમાં સાંસદ ડો. ભારતીબહેન શિયાળ, મેયર કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય સર્વ સેજલબહેન પંડ્યા, ગૌતમભાઇ ચૌહાણ, શિવાભાઇ ગોહિલ, ભીખાભાઇ બારૈયા, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડૌ. પ્રશાંત જિલોવા, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, આગેવાન આર. સી. મકવાણા અને આગેવાન અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ…
Read Moreભાવનગરમાં નવી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત કરતા ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરના નારી ખાતે નવી બનનારી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત આજે ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આશરે રૂ.૮૩૨.૭૦ લાખના ખર્ચે તૈયાર થનારાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવીન સંકુલની ભાવનગરની જનતાને ભેટ મળશે. આ કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે જન સેવા કેન્દ્ર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર મોટર વિહિકલ, પી.આર.ઓ. રૂમ, સ્માર્ટ કાર્ડ રૂમ, સ્ટાફ રૂમ, વેઇટિંગ એરિયા, ટોઇલેટ બ્લોક, લિફ્ટ, પેસેજ અને ઓપન સર્ક્યુલેશન એરિયા. જ્યારે પ્રથમ માળ ખાતે આર.ટી.ઓ. ઓફિસર, એ આર.ટી.ઓ., પી.આર.ઓ., મામલતદાર/ એડ.ઓફિસર, સ્માર્ટ ઓપ્ટિકલ કાર્ડ રૂમ, રેકર્ડ/સ્ટોર રૂમ…
Read Moreતા.૦૪-૦૯-૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૩૩૩.૧૨ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત ઉપરાંત ઇલેક્ટ્રિક બસનો શુભારંભ રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસીપલ કમિશ્નર આનંદ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, માર્કેટ સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, શિશુ કલ્યાણ તેમજ ખાસ ગ્રાંટ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તા.૦૪-૦૯-૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૩૩૩.૧૨ કરોડના જુદાજુદા વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત તેમજ ઇલેક્ટ્રિક બસનો શુભારંભ રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે.આ અવસરે માન.કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ…
Read Moreશ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા સંસારના મોહમાયા થી મુક્ત મનોદીવ્યાંગ ભક્તો
“નિરાધારનો આધાર એટલે સોમનાથ” હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ માસ પોતાના મધ્યમાં પહોચ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને દેશવિદેશના ભક્તોનો ભક્તિ સાગર છલકાયો છે. ભાવિકો વિવિધ પ્રકારની ઉપાસના કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી વખત અદભુત સંવેદના પ્રગટ કરીને મનો દિવ્યાંગો માટે સોમનાથ યાત્રાનું આયોજન કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં ડારી ટોલ પ્લાઝા નજીક કાર્યરત “નિરાધાર નો આધાર આશ્રમ” જે 100 જેટલા મનોદિવ્યાંગ ને પ્રભુજી નું સ્વરૂપ માની સેવા કરે છે.…
Read More