તા.૦૪-૦૯-૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૩૩૩.૧૨ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત ઉપરાંત ઇલેક્ટ્રિક બસનો શુભારંભ રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, રાજકોટ

       સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસીપલ કમિશ્નર આનંદ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, માર્કેટ સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, શિશુ કલ્યાણ તેમજ ખાસ ગ્રાંટ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તા.૦૪-૦૯-૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.૩૩૩.૧૨ કરોડના જુદાજુદા વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત તેમજ ઇલેક્ટ્રિક બસનો શુભારંભ રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે.આ અવસરે માન.કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ અને આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો સંયુક્ત ડાયસ કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી, અશ્વિનભાઈ મોલીયા,ડૉ. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.

માન.મુખ્યમંત્રીના વરદ હસ્તે નીચેના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત થશે :

રાજકોટમહાનગરપાલિકાના રૂ. ૭૩.૦૨કરોડનાકુલ ૧૧ કામોનું લોકાર્પણ

Ø જાહેર પરિવહન માટે રૂ.૩૦ કરોડના ખર્ચેનવી ૨૫-ઇલેક્ટ્રીક બસનોશુભારંભમાન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવશે.

Ø બાંધકામના કુલ ૦૫ વિકાસ કામોનું લોકાર્પણ: (કુલ રૂ. ૬.૮૧ કરોડ)

Ø વોટર વર્કસના ૦૩ વિકાસ કામોનું લોકાર્પણ: (કુલ રૂ. ૩૪.૩૧ કરોડ)

Ø ડ્રેનેજના ૦૨ વિકાસ કામોનું લોકાર્પણ: (કુલ રૂ. ૧.૯૦ કરોડ)

રાજકોટ મહાનગરપાલિકાના રૂ. ૨૬૦.૧૦ કરોડમાં કુલ ૨૭ કામોનું ખાતમુર્હુત

Ø બાંધકામના કુલ ૧૯ વિકાસ કામોનું ખાતમુર્હુત: (કુલ રૂ. ૧૭૫.૪૪ કરોડ)

Ø વોટર વર્કસના કુલ ૦૬ વિકાસ કામોનું ખાતમુર્હુત: (કુલ રૂ. ૭૬.૪૧ કરોડ)

Ø ડ્રેનેજના કુલ ૦૨ વિકાસ કામોનું ખાતમુર્હુત: (કુલ રૂ. ૮.૨૫ કરોડ)

Related posts

Leave a Comment