ભાવનગરના ગ્રામ્ય પંથકમાં પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર ગ્રામ્ય જિલ્લાના વલ્લભીપુર ઘટક ખાતે સેજા કાળા તળાવ આંગણવાડી ચમારડી ૩ ખાતે પોષણ માહ ૨૦૨૩ અંતર્ગત “સ્વસ્થ બાળક સ્પર્ધા” થીમ હેઠળ તમામ બાલક બાલિકાની આરોગ્ય તપાસ કરાવવી તેમજ તમામ બાળકોનું વજન અને ઊંચાઈ કરી એક થી ત્રણ નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ તેમજ પોષણની શપથ ગ્રહણ કરાવવામાં આવી હતી. દર મહિનાના પ્રથમ મંગળવારે “સુપોષણ સંવાદ”ની ઉજવણી હેઠળ ભાવનગર ખાતે માલણકા આંગણવાડી કેન્દ્રમાં સગર્ભાબહેનની શ્રીમંત વિધિ તથા લાભાર્થીઓને પોષણ અંગે ખાસ ધ્યાનમાં રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ આંગણવાડીનાં ભુલકાઓ સાથે જન્માષ્ટમી નિમિતે કૃષ્ણજન્મની…

Read More

ભાવનગર શહેર (મહાનગરપાલિકાકક્ષા) અને ગ્રામ્ય (જિલ્લાકક્ષા) “યુવા ઉત્સવ” સ્પર્ધા તા. ૨૫ સપ્ટેમ્બરના યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષે યોજાતો જિલ્લાકક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૩૩ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર દ્વારા યોજાવાની છે. આ સ્પર્ધાની વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. ભાવનગર ગ્રામ્ય/શહેર કક્ષાની સ્પર્ધામાં ઝોન/તાલુકાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા કુલ ૧૫ સ્પર્ધાના સ્પર્ધકો અને સીધી મહાનગરપાલિકા/ જિલ્લાકક્ષાની ૧૮ સ્પર્ધામાં અગાઉ જેઓએ કચેરી ખાતે અરજી કરેલ તેવા સ્પર્ધકો જિલ્લાકક્ષાએ (ગ્રામ્યકક્ષાએ) તા ૨૫/૦૯/૨૦૨૩…

Read More

ભાવનગર શહેર અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૩-૨૪ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર શહેર/ગ્રામ્ય સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.  ભાગ લેવા માંગતી સંસ્થાઓએ પ્રવેશપત્ર ફોર્મ તથા નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ :- dydobvn.blogspot.com પરથી ડાઉનલોડ કરીને સુવાચ્ય અક્ષરે પ્રવેશપત્ર ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૨૯/૦૯/૨૦૨૩ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી,…

Read More

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ‘વિજ્ઞાન મેળા’નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર      રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર વિજ્ઞાન વિષયોને પાંચ અલગ અલગ ગેલેરીઓના માધ્યમ થી પ્રસ્તુત કરી તથા ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આઉટરીચ કાર્યક્રમોના આયોજન દ્વારા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા, શિક્ષિત કરવા અને મનોરંજન કરવાના હેતુ સાથે ખૂબ જ આગળ વધી રહ્યું છે.   આવા જ એક અનોખા હેતુ સાથે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે 21-22 સપ્ટેમ્બરના ના રોજ ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન’ એટલે ‘વિજ્ઞાન મેળા’ નુ આયોજન થવા જઈ રહ્યું છે જેમાં મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી અને આ વિજ્ઞાન પ્રદર્શન જોવાનો લહાવો લઇ શકશે. વિજ્ઞાન મેળો વિદ્યાર્થીઓમાં…

Read More

વનવાસી કલ્યાણ પરીષદ દ્વારા છોટાઉદેપુર જિલ્લાનાં અંતરીયાળ વનવાસી ક્ષેત્રમાં યોજાઇ ચિકીત્સા શિબીર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર         ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ જૂનાગઢ એકમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાનાં પાવી તાલુકાનાં સાલોજ અને નસવાડી તાલુકાનાં ધામેશીયા ગામોએ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મેડીકલ કેમ્પનું આયોજન જૂનાગઢ વનવાસી કલ્યાણ પરીષદનાં જિલ્લાધ્યક્ષ ડો. પ્રવિણ સોજીત્રાનાં માર્ગદર્શન તળે ડો.મુકેશ પાનસુરીયાની આગેવાની કરવામાં આવ્યુ હતુ. ગિર-ગિરનારનાં વનપ્રદેશનાં નગરજનોએ છેક નસવાડી તાલુકાનાં અંતરીયાળનાં ગ્રામમાં વસતા વનબાંધવોનાં સ્વાસ્થ્યની ખેવના કરવા વસુદૈવકુટ્ટુંબક્કમની ઉદાત ભાવના પ્રતિપાદિત કરી હતી. આ ચિકીત્સા શિબિરમાં બાળરોગ નીષ્ણાંત ડો.ભરતભાઈ વોરા, અસ્થીજન્ય રોગોનાં નીષ્ણાંત ડો. ચિરાગ પાનસુરીયા, દંતચિકીત્સનાં નીષ્ણાંત ડો. અનિલ રૈયાણી, ચર્મરોગ નિષ્ણાંત ડો. કેયુર ચોવટીયા,…

Read More

એસ.એફ હાઈસ્કુલમાં જીલ્લા કક્ષાનો યુવા ઉત્સવ સંપન્ન થયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     કમિશ્નર યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવુતીઓ ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવુતીઓની કચેરી છોટાઉદેપુર તેમજ એસએફ હાઈસ્કુલના સંયુક્ત સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુથ એ જોબ ક્રિએટરની થીમ આધારિત જીલ્લા કક્ષા યુવા ઉત્સવનો કાર્યક્રમ સંપન્ન આજરોજ કરવામાં આવ્યો હતો. સમારંભમાં જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, અતિથી વિશેષ સજ્જનબેન રાઠવા, માજી ધારાસભ્ય પ્રો.શંકરભાઈ રાઠવા, એસએફ હાઈસ્કુલ તેમજ કોલેજના આચાર્ય, જીલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉવા ઉત્સવમાં તાલુકા કક્ષાએથી ૧૫ કૃતિઓ, જીલ્લા કક્ષાએ ૧૮ કૃતિઓ ત્રણ વિભાગ…

Read More

ગાંધી જયંતીના પવિત્ર દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છોટાઉદેપુર જીલ્લાની સંભવિત મુલાકાત

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨ ઓકટોબર ગાંધી જયંતીના દિને છોટાઉદેપુર જીલ્લાની સંભવિત મુલાકાત લેવાના છે. બોડેલી તાલુકા સેવા સદનની બાજુમાં આવેલા મેદાનમાં ગાંધી જયંતી નિમિતે છોટાઉદેપુર જીલ્લાના પ્રજાજનોને સંબોધન કરશે.આ ઉપરાંત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. ગાંધી જયંતીના દિવસે પીએમ છોટાઉદેપુર જીલ્લાની ૬૫ થી ૭૦ હજાર જેટલી જનમેદનીને સંબોધવાના છે. જેના ઉપલક્ષ્યમાં આજરોજ છોટાઉદેપુર જીલ્લાના આર્થિક કેન્દ્ર એવા બોડેલીમાં કલેકટર, જીલ્લા વિકાસ અધિકારીના સંયુક્ત અધ્યક્ષસ્થાને પીએમ મોદીની મુલાકાતને લઈને એક મેરેથોન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર, ડીડીઓ, પોલીસ અધીક્ષક ઈમ્તિહાઝ શૈખ, પ્રાયોજના વહીવટદાર સચીનકુમાર,…

Read More

એસ.એફ હાઈસ્કુલમાં જીલ્લા કક્ષાનો યુવા ઉત્સવ સંપન્ન થયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર કમિશ્નર યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવુતીઓ ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવુતીઓની કચેરી છોટાઉદેપુર તેમજ એસએફ હાઈસ્કુલના સંયુક્ત સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુથ એ જોબ ક્રિએટરની થીમ આધારિત જીલ્લા કક્ષા યુવા ઉત્સવનો કાર્યક્રમ સંપન્ન આજરોજ કરવામાં આવ્યો હતો. સમારંભમાં જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, અતિથી વિશેષ સજ્જનબેન રાઠવા, માજી ધારાસભ્ય પ્રો.શંકરભાઈ રાઠવા, એસએફ હાઈસ્કુલ તેમજ કોલેજના આચાર્ય, જીલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉવા ઉત્સવમાં તાલુકા કક્ષાએથી ૧૫ કૃતિઓ, જીલ્લા કક્ષાએ ૧૮ કૃતિઓ ત્રણ વિભાગ માં રજુ…

Read More

ભાદ્ર માસની સુદ પાંચમ પર સોમનાથમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું નવમું ચરણ

હિન્દ ન્યુઝ, સોમનાથ  શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન યોજવામાં આવ્યું છે. શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવાલક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન વિશ્વ કલ્યાણ ના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે. કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન થી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને…

Read More

આયુષ્યમાન ભવ :પ્રોગ્રામ અંતર્ગત ભરતનગર પ્રા.આ. ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, મોરબી      ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભવ: પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક સરકારી સંસ્થાઓ ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જે અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર અને તેના નેજા હેઠળના અન્ય તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સાફ-સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ગ્રામજનોને પણ પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.     વધુમાં આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત લોક ઉપયોગી…

Read More