ભાવનગર શહેર (મહાનગરપાલિકાકક્ષા) અને ગ્રામ્ય (જિલ્લાકક્ષા) “યુવા ઉત્સવ” સ્પર્ધા તા. ૨૫ સપ્ટેમ્બરના યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

     રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષે યોજાતો જિલ્લાકક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૩૩ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર દ્વારા યોજાવાની છે.

આ સ્પર્ધાની વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. ભાવનગર ગ્રામ્ય/શહેર કક્ષાની સ્પર્ધામાં ઝોન/તાલુકાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા કુલ ૧૫ સ્પર્ધાના સ્પર્ધકો અને સીધી મહાનગરપાલિકા/ જિલ્લાકક્ષાની ૧૮ સ્પર્ધામાં અગાઉ જેઓએ કચેરી ખાતે અરજી કરેલ તેવા સ્પર્ધકો જિલ્લાકક્ષાએ (ગ્રામ્યકક્ષાએ) તા ૨૫/૦૯/૨૦૨૩ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે, ભાવનગર મહાનગરપાલિકાકક્ષાએ (શહેર) તા. ૨૫/૦૯/૨૦૨૩ ના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે શિશુવિહાર સંસ્થા, ભાવનગર ખાતે ઉપસ્થિત રહી મહાનગરપાલિકા/જિલ્લાકક્ષા સ્પર્ધામાં ભાગ લેવા ઉપસ્થિત રહેવાનું રહેશે.  

ભાવનગર ગ્રામ્ય (જિલ્લાકક્ષા) અને મહાનગરપાલિકા કક્ષાની વકતૃત્વ સ્પર્ધાના વિષયો તા. ૨૪/૦૯/૨૦૨૩ ના રોજ કચેરી ખાતેથી અથવા કચેરીના બ્લોગ એડ્રેસ – dydobvn.blogspot.com પરથી મેળવી શકાશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન એનેક્ષી બિલ્ડીંગ, જી-૧/૨, ભાવનગર કચેરીથી મેળવી શકાશે

Related posts

Leave a Comment