વનવાસી કલ્યાણ પરીષદ દ્વારા છોટાઉદેપુર જિલ્લાનાં અંતરીયાળ વનવાસી ક્ષેત્રમાં યોજાઇ ચિકીત્સા શિબીર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

       ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ જૂનાગઢ એકમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાનાં પાવી તાલુકાનાં સાલોજ અને નસવાડી તાલુકાનાં ધામેશીયા ગામોએ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મેડીકલ કેમ્પનું આયોજન જૂનાગઢ વનવાસી કલ્યાણ પરીષદનાં જિલ્લાધ્યક્ષ ડો. પ્રવિણ સોજીત્રાનાં માર્ગદર્શન તળે ડો.મુકેશ પાનસુરીયાની આગેવાની કરવામાં આવ્યુ હતુ. ગિર-ગિરનારનાં વનપ્રદેશનાં નગરજનોએ છેક નસવાડી તાલુકાનાં અંતરીયાળનાં ગ્રામમાં વસતા વનબાંધવોનાં સ્વાસ્થ્યની ખેવના કરવા વસુદૈવકુટ્ટુંબક્કમની ઉદાત ભાવના પ્રતિપાદિત કરી હતી. આ ચિકીત્સા શિબિરમાં બાળરોગ નીષ્ણાંત ડો.ભરતભાઈ વોરા, અસ્થીજન્ય રોગોનાં નીષ્ણાંત ડો. ચિરાગ પાનસુરીયા, દંતચિકીત્સનાં નીષ્ણાંત ડો. અનિલ રૈયાણી, ચર્મરોગ નિષ્ણાંત ડો. કેયુર ચોવટીયા, ડો. મહેન્દ્ર તારપરા અને રશ્મીબેન તારપરા, ડો. જયદીપ માલવિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કાજલ સુહાગીયા, ઓર્થોપેડીક સર્જન ડો. યશ ઠાકર સહિત કાર્યકર્તા સર્વશ્રી રોહિતભાઈ લાખાણી, રામજીભાઈ રાબડીયા, શ્યામ લાખાણી, પ્રફુલભાઈ વણપરિયા, અશ્વિનભાઈ પોશિયા, છગનભાઈ સાંગાણી, ચંદુભાઈ સુવાગીયા, ગીરીશભાઈ પોશિયા, પ્રફુલભાઈ પટોળીયા, કિશોરભાઈ ઠુંમર, કિશનભાઇ સોજીત્રા, સંજયભાઈ ચોવટીયા, મનીષભાઈ દેસાઈ, રામજીભાઈ ગજેરા, અશ્વિનભાઈ પટેલ, મોહનભાઈ વડોદરિયા, દિનેશભાઈ વેકરીયા, જયદીપભાઇ ખૂટ, જેઠાભાઈ લાખાણી, ધર્મેશભાઈ મંગલાણી, હરેશભાઈ કાવાણી, દિલીપભાઈ સોંદરવા, મિલનભાઈ માલવિયા, જયશ્રીબેન બારડ, બાબુભાઇ ઉસદડીયા, રામજીભાઇ ડોબરીયા, જયેન્દ્રભાઇ મેઠીયા, દુશ્યંતભાઇ, રમેશભાઇ ભિમાણી,શ્રી સહિત કાર્યકર્તાઓની ટીમ ચિકિત્સા શિબિર માટે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વનવાસી બાંધવોના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે ચિકિત્સા શિબિરના ભાગરૂપે પહોંચી હતી 

                  વનક્ષેત્રનાં બાંધવોનાં આરોગ્ય ચિકીત્સા શિબીરની મુલાકાત વડોદરા રીજીયનનાં મુખ્યવન સંરક્ષકશ્રી અંશુમન શર્મા એ રુબરૂ લઇ સૈારાષ્ટ્રની સેવાપરાયણતાની ગુંજ દક્ષીણ ગુજરાતનાં વનક્ષેત્રમાં ગુંજતી કરવા બદલ સૈા કાર્યકર્તાઓને બીરદાવ્યા હતા. 

                      વનવાસી કલ્યાણ પરીષદનાં પ્રદેશ કારોબારીનાં જેન્તીભાઇ પટેલ, ચંદ્રકાન્તભાઇ રાવલાણી, શ્રી પંચાલ, અરવિંદભાઇ રાઠવા સહિત હોદેદારોએ ગુજરાત વનક્ષેત્રમાં કાર્યકર્તા ભાઈ બહેનોના પ્રયાસથી ચિકિત્સા ભરપુર વરસાદ સાથે કુદરતના સાનિધ્યમાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં ૬૭ ચિકિત્સા શિબિર સફળતાપૂર્વક સંપન્ન કરી છે. ડોક્ટર મિત્રો, ફાર્માસિસ્ટ મિત્રો, કાર્યકર્તા ભાઈ બહેનોના સખત પરિશ્રમથી મેડિકલ કેમ્પનું આયોજન શક્ય બને છે. ચિકિત્સા શિબીરોને સફળ કરવા માટે દવા ઉત્પાદક મિત્રોનો પણ ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો છે. ૧૦ જિલ્લાના ૨૨ તાલુકામાં કુલ ૬૭ ચિકિત્સા શિબિરમાં ૧૧૨૦૭ દર્દીઓએ ૨૨૭ ડોક્ટરો પાસે પોતાના શારીરિક સ્વાસ્થ્યની નીદાન સારવાર કરાવી હતી. જેમાં ૧૯૦ જેટલા ફાર્માસિસ્ટ ભાઈ બહેનોએ સેવા આપી હતી. આ ૬૭ મેડિકલ કેમ્પમાં ૩૬૫ ગામના લોકોએ સ્વાસ્થ્યની સારવાર મેળવી હતી. આ સેવા કાર્યમાં ૩૦૯ નગરીય કાર્યકર્તાઓ અને ૮૨૩ ગ્રામીણ કાર્યકર્તાઓ મળીને ૧૧૩૨ કાર્યકર્તાઓએ સેવાઓ આપી હતી.

              આગામી દિવસોમાં વધુ ૫૦ મેડિકલ કેમ્પનું આયોજન થનાર છે. અત્યાર સુધીમાં વનવાસી બાંધવોના સ્વાસ્થ્ય અને તેમની સાથે વાસુદેવ કુટુંબકમની ભાવના જાગ્રત બને તે રીતે આયોજીત થઈ રહેલા ચિકિત્સા શિબીરોમાં વાપી, ધરમપુર, વડોદરા, અમદાવાદ, સુરત, બારડોલી, ભરૂચ, જુનાગઢ, દાહોદ, ડભોઈ, વધઇ, આહવા, લીમડી વગેરે સ્થાન પરથી મેડિકલ ટીમનો સહકાર પ્રાપ્ત થયો છે. જ્યારે આગામી સમયમાં ડીસા, ધાનેરા, પાલનપુર, હિંમતનગર, ભિલોડા, મેઘરજ, અંકલેશ્વર, વ્યારા, સોનગઢ, બારીયા, વગેરે સ્થાન પરથી ચિકિત્સા ટીમ સેવા આપવા જશે. અત્રે ઉલ્લેખની છે કે વનવાસિ ક્ષેત્રમાં આયોજિત કરવામાં આવી રહેલ અને આયોજિત કરવામાં આવેલ મેડિકલ કેમ્પ માટે દવાઓનો મોટા પ્રમાણમાં જરૂરિયાત થાય તે સ્વાભાવિક છે. આ માટે વડોદરા, અમદાવાદ, સુરત, વાપી તથા જુનાગઢ વગેરે સ્થાન પરથી વિવિધ દવા ઉત્પાદકો, દવા વિક્રેતાઓ તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સહયોગ રૂપે સારા એવા પ્રમાણમાં દવાઓ ઉપલબ્ધ થઈ રહી છે, આગામી સમયમાં આ જ રીતે સર્વના સહયોગથી શ્રેષ્ઠ ૫૦ ચિકિતા શિબિર ૮ મી ઓક્ટોબર સુધીમાં સંપન્ન થશે. એવો વનવાસી કલ્યાણ પરિષદ વિશ્વાસ વ્યક્ત કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવે છે તે જગ્યા ઉપર ગાંધી જયંતીથી લઈને નવરાત્રીના પ્રારંભ સુધી સતત ૧૫ દિવસ સુધી વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવશે. ગામેગામ ભીત સૂત્ર લખાશે, તથા સમાજ જાગૃતિ માટે ૭૫ થી ૧૦૦ જેટલા સ્થાન પર વ્યસન મુક્તી રેલીનું આયોજન કરવામાં આવશે.

……તું મૈ રક્ત એક……

Related posts

Leave a Comment