હિન્દ ન્યુઝ, રાજકોટ પાસોદરા પાટીયા એરિયામાં શાલીગ્રામ ફ્લોરા ના યુવાન મિત્રોએ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે ગોકુળ મથુરા ના થીમપર ડેકોરેશન કરીને પ્રદર્શન ગોઠવેલ છે. જે તારીખ ૬ અને ૭ ના રોજ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. જેમાં આજુબાજુ ની તમામ સોસાયટીના રહેવાસીઓ દર્શન માટે આવી શકે છે એવી વ્યવસ્થા કરેલ છે. શાલીગ્રામ ફ્લોરા ના પ્રમુખ ઘનશ્યામભાઈ ઝાલાવાડીયા વધુમાં જણાવતા કહે છે કે, આજના સમયમાં જ્યારે લોકો સમાજ કે આપણી સંસ્કૃતિ માટે સમય કાઢવાનું ભૂલતા જાય છે અને આજે ગલીએ ગલીએ નાકે નાકે જન્માષ્ટમી ગણેશ…
Read MoreDay: September 6, 2023
વોર્ડ નં ૩ની કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રો ખાતે ઓમ નમ: સેવા ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ.વિભાગના સયુંકત ઉપક્રમે આરોગ્ય કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારશ્રી દ્વારા કુપોષણ બાળકમાંથી “સુપોષણ યુક્ત બાળક”ની સિદ્ધિઓ હાંસલ કરવા વિવિધ યોજનાઓ અને લાભો આંગણવાડીના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. વર્ષનો સપ્ટેમ્બર માસ એટલે પોષણ માસ. પોષણ માસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં ૩ની કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રો ખાતે ઓમ નમ: સેવા ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ.વિભાગના સયુંકત ઉપક્રમે તા. ૦૩-૦૯-૨૦૨૩ના રોજ આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ. વોર્ડ નં ૩ના કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રોના ૬૨ અતિ કુપોષિત બાળકો અને ૪૦૦થી વધુ સામાન્ય વજન અને મધ્ય કુપોષિત વજન ધરાવતા બાળકોના પોષણ સ્તરની ચકાસણી કરવામાં આવેલ…
Read Moreઑગસ્ટ ૨૦૨૩ના માસમાં ૭ દેશના કુલ ૨૫ વિદેશી મુલાકાતીઓ સહિત ૫૭૩૬ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, રાજકોટ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. ઑગસ્ટ ૨૦૨૩માં ૫૭૩૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૨૩ સ્કુલના ૨૨૮૪ બાળકોનો પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૭૩,૩૪૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત ઑગસ્ટ ૨૦૨૩નાં માસમાં ૧૫ ઑગસ્ટ ૨૦૨૩નાં રોજ સ્વાતંત્ર્ય દિન નિમીતે નાગરિકો માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો હતો. જેનો ૧૧૭૦ નાગરિકોએ લાભ લીધો હતો. વિદેશી મુલાકાતીઓની વિગત:
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત શાળા આરોગ્ય તપાસણી કરતા બે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા વધારે જોવા મળતા વધુ તપાસ માટે યુ.એન.મેહતા અમદાવાદ ખાતે મોકલાયા, તપાસ દરમ્યાન હૃદયમાં કાણું જણાતા વિનામુલ્યે સારવાર થયેલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત નિયમિત શાળા આરોગ્ય તપાસણી કરવામાં આવતી રહે છે. શાળા આરોગ્ય તપાસણી દરમ્યાન બે બાળકને શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા વધારે જોવા મળતા વધુ તપાસ અને સારવાર માટે ડોક્ટર્સ દ્વારા યુ.એન.મેહતા અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ, તપાસ દરમ્યાન હૃદયમાં કાણું(VSD) જણાયું હતું. ગુજરાત સરકારશ્રી તથા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એક પણ રૂપિયાના ખર્ચ વગર બંને બાળકના ઓપરેશન કરવામાં આવતા હાલ બંને બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે. આ સારવાર માટે અંદાજે ખર્ચ ૨ થી ૨.૫ લાખ રૂપિયાનો થાય છે જે ગુજરાત સરકારશ્રી તથા રાષ્ટ્રીય…
Read Moreટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબત
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૭માં હાથીખાના મેઈનરોડ પર ગોલ્ડશોક બિલ્ડીંગની બાજુમાં કરીમપુરા મેમણ જમાતખાના ટ્રસ્ટ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરનું વાણીજ્ય હેતુનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતાં અત્રેથી ધી જી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ હેઠળ કાર્યવાહી હાથ ધરી તા.૩૦/૧/૨૦૨૩ ના રોજ કલમ-૨૬૦(૧) હેઠળ નોટીસ તથા કલમ-૨૬૭હેઠળ મનાઈ હુકમ ઇસ્યુ કરવામાં આવેલ, તેમ છતાં સદરહુ બાંધકામ દુર કરવામાં ન આવતાં કલમ-૨૬૦(૨) હેઠળ બાંધકામ તોડી પાડવા હુકમ કરવામાં આવેલ. આમ છતાં આસામીએ સ્લેબ ભરી કામ ચાલુ કરતાં,આજ તા.૫/૯/૨૦૨૩ ના રોજ સદરહુ બાંધકામ દુર કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાની ત્રણેય…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ તથા ખોરાક ઔષધ નિયમન દ્વારા સંયુકત રીતે ફૂડ વિભાગની ટીમ સાથે તમામ ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, રાજકોટ શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને રસરંગ લોકમેળો -2023માં આવેલ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ તથા ખોરાક ઔષધ નિયમન દ્વારા સંયુકત રીતે ફૂડ વિભાગની ટીમ સાથે ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તમામ ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવેલ તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા એવરનેશ તથા ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતા વાસી અખાધ્ય તથા એકપયાયરી થયેલ મળી આવેલ ખાદ્યાચીજોના અંદાજીત કુલ 227 કિ.ગ્રા. લોકમેળામાં સ્થળ પર નાશ કરવામાં આવેલ. તથા અન્ય સ્થળે થી અંદાજિત 160 કિ.ગ્રા. મળી…
Read Moreશિક્ષણની સાથે સેવાકીય પ્રવૃતિ થકી શારીરિક ખામી વાળા બાળકોના ખુશીનું કારણ બનતા સંતરામપુર તાલુકાના રમેશકુમાર ચૌહાણ
શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં હિન્દ ન્યુઝ, મહિસાગર સમાજના પ્રથમ વિકાસનું પગથીયું શિક્ષણ છે. શિક્ષક એ સમાજનો ઘડવૈયો છે. શિક્ષકે સફળ થવા માટે વિદ્યાર્થીનો પ્રેમ, વિશ્વાસ અને મન જીતવા પડે છે. અને વિદ્યાર્થીને પોતાના કરવાની આવડત એટલે કે કૌશલ્ય એનામાં હોવું જોઈએ.બાળકની જરૂરિયાતને ધ્યાને લઈ બાળકને કેવી રીતે ભણવું ગમે એ સાથે બાળકને કેવી રીતે ભણાવું બાળક પાસે રહી ને બાળક જેવુ થઈ ને શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનાં નર્સિંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા…
Read Moreછાપાના લખાણવાળી શાહી લોકોના આરોગ્ય માટે હાનિકારક હોવાથી પસ્તીનો ઉપયોગ બંધ કરવા નાસ્તા, ખાણીપીણીના દુકાનદારોને નગરપાલિકાનો અનુરોધ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ નગરપાલિકા વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણી દુકાનો લારીઓ પર નાસ્તા માટે છાપાની પસ્તીનો ઉપયોગ કરાતો હોવાનું માલુમ પડ્યું છે. છાપાના લખાણવાળી શાહી લોકોના આરોગ્ય માટે હાનિકારક હોવાથી પસ્તીનો ઉપયોગ બંધ કરવા તમામ નાસ્તા કે ખાણી પીણીના દુકાનદારોને નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. નાસ્તા માટે છાપાની પસ્તીનો ઉપયોગ બંધ ન કરવા બદલ દુકાનદારો સામે બોટાદ નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને પણ આ બાબતની જાણ કરાશે. જેની નોંધ લેવા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ
Read More