શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં
હિન્દ ન્યુઝ, મહિસાગર
સમાજના પ્રથમ વિકાસનું પગથીયું શિક્ષણ છે. શિક્ષક એ સમાજનો ઘડવૈયો છે. શિક્ષકે સફળ થવા માટે વિદ્યાર્થીનો પ્રેમ, વિશ્વાસ અને મન જીતવા પડે છે. અને વિદ્યાર્થીને પોતાના કરવાની આવડત એટલે કે કૌશલ્ય એનામાં હોવું જોઈએ.બાળકની જરૂરિયાતને ધ્યાને લઈ બાળકને કેવી રીતે ભણવું ગમે એ સાથે બાળકને કેવી રીતે ભણાવું બાળક પાસે રહી ને બાળક જેવુ થઈ ને શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનાં નર્સિંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશકુમાર ચૌહાણ જણાવે છે કે , શિક્ષક તરીકેની નોકરીનો સ્વીકાર સને – ૨૦૦૨નાં રોજથી આદિવાસી અને પછાત વિસ્તારની ખુબ જ અંતરિયાળ શાળામાંથી થયો . આદિવાસી અને પછાત વિસ્તારની આ શાળા તથા બાળકોના જીવનનો વિકાસ કરવાનો અને શાળા એ મારું મંદિર અને શિક્ષણ એ જ સેવા અને બાળકો એ જ મારા દેવ એવું સમજીને કરેલ કાર્યની સિદ્ધિની ઝાંખી રજુ કરવાનો મેં પ્રયત્ન કરેલ છે.
“કરવું તો સારું જ કરવું નહિ તો નહિ જ કરવું.” આ જીવનસૂત્રને ધ્યાને રાખી અને ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જવું. અને શાળાનો તથા બાળકોનો વિકાસ એ જ મારો જીવનમંત્ર રહ્યો છે.
રમેશકુમાર ચૌહાણ જણાવે છે કે એક સેવાભાવી વ્યક્તિ જશુભાઈ મીઠાવાળા સાથે મુલાકાત થઇ અને એમને મને જન્મજાત ફાટેલા હોઠ અને ફાટેલા તાળવાવાળા બાળકોના વિનામૂલ્યે ઓપરેશન કરાવવા માટે જીવન અક્ષય ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરાનો સંપર્ક કરાવ્યો શારીરિક ખામીના કારણે અભ્યાસ છોડી જનાર બાળક અને વાલીઓ બાળકોને ખામીના કારણે શાળાએ ના મોકલતા હોય એવા બાળકના જીવનમાં હાસ્ય ગાયબ થઈ ગયું હોય તેવા ખામી વાળા અંદાજીત ૯૦ જેટલા બાળકો શોધવામાં આવ્યા અને હાલમાં ૬૯ જેટલા બાળકોના વિના મૂલ્યે સફળતાપૂર્વક ઓપરેશન થયા બાદ શાળાએ ભણતા થયા.
રમેશકુમાર એ શાળામાં Covid – 19 કોરોના મહામારીમાં દરમિયાન બાળકોને વર્ચ્યુઅલ ક્લાસ, વોટ્સેપ ગ્રુપ, શેરી શિક્ષણઘેરે શીખીએ પુસ્તિકા માર્ગદર્શન, વોટ્સેપ કસોટી, QR કોડનો ઉપયોગ, બાળકો તથા વાલીઓને માસ્ક વિતરણ, શાળાની ડિજીટલ ડોક્યુમેન્ટરી, ફેસબુક આઈ.ડી, ઇન્સ્ટાગ્રામ આઈ.ડી, યુ ટ્યુબ ચેનલ વગેરે પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી.
નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં વર્ચ્યુઅલ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં પાંચેય વિભાગમાં શાળાએ ભાગ લીધો અને કુલ પાંચ પૈકી ચાર વિભાગોમાં ક્રમશઃ ક્લસ્ટર અને તાલુકા અને જીલ્લામાં પ્રથમ નંબર મેળવેલ છે. આ શાળાની પણ ડિજીટલ ડોક્યુમેન્ટરી બનાવેલ છે. યુ ટ્યુબ ચેનલ ક્રિએટ કરેલ છે. શાળાનું ફેસબુક એકાઉન્ટ બનાવેલ છે અને બ્લોગ પણ બનાવેલ છે. ગત વર્ષે “OR Code દ્વારા નિહાળો મારી શાળાની Digital Documantry અને Youtube Video” વિષય અંતર્ગત ઇનોવેશન જિલ્લા કક્ષાએ રજુ કરેલ છે.
તેમની સામાજિક સેવાકીય પ્રવૃતિ થકી આજ દિન સુધી ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, ભાવનગર મહુવા તલગાજરડા ખાતે વિશ્વવંદનીય સંત શ્રી પૂ. મોરારીબાપુના વરદ હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાહેબના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન પણ પ્રાપ્ત કરેલ છે અનેરાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક -૨૦૨૩ માટે પસંદગી થયેલ છે.
રિપોર્ટર : દિનેશ ચમાર, મહિસાગર