હિન્દ ન્યુઝ, રાજકોટ
શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને રસરંગ લોકમેળો -2023માં આવેલ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ તથા ખોરાક ઔષધ નિયમન દ્વારા સંયુકત રીતે ફૂડ વિભાગની ટીમ સાથે ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તમામ ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવેલ તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા એવરનેશ તથા ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતા વાસી અખાધ્ય તથા એકપયાયરી થયેલ મળી આવેલ ખાદ્યાચીજોના અંદાજીત કુલ 227 કિ.ગ્રા. લોકમેળામાં સ્થળ પર નાશ કરવામાં આવેલ. તથા અન્ય સ્થળે થી અંદાજિત 160 કિ.ગ્રા. મળી કુલ 387 કિ.ગ્રા. અખાધ્ય ખોરાક નો નાશ કરવામાં આવેલ છે.
• (1)વિશાલ ઘૂઘરા & દિલ્લી ચાટ (વિજયસિંહ રાજપૂત) – ઉપયોગમાં લેવાતા અખાધ્ય બટેટા 07 ક્રિ.ગ્રા., વાસી બ્રેડ 04 ક્રિ.ગ્રા., મરચું 04 ક્રિ.ગ્રા., સેવ 15 ક્રિ.ગ્રા., અને ફુદીના ચટણી 27 ક્રિ.ગ્રા. જથ્થો મળીને કુલ 57 ક્રિ.ગ્રા. સ્થળ પર નાશ
• (2)ખીચું ઢોકળા (મજેઠીયા સુમિત) – ઉપયોગમાં લેવાતા અખાધ્ય પ્રિપેર્ડ ફૂડ 14 ક્રિ.ગ્રા. કલરવાળી ગ્રેવી સ્થળ પર નાશ
• (3)વંદે માતરમ ખીચું ઢોકળા (મજરભાઇ) – ઉપયોગમાં લેવાતા અખાધ્ય 20 ક્રિ.ગ્રા. મિલ્ક શેઈક સ્થળ પર નાશ
• (4)મકાઇ ખીચું (સુમિતભાઇ)- ઉપયોગમાં લેવાતા અખાધ્ય 08 ક્રિ.ગ્રા. વાસી ભૂંગળાના બટેટા સ્થળ પર નાશ
• (5)ઓમ ચાઇનીઝ(ભીમ બહાદુર)- ઉપયોગમાં લેવાતા અખાધ્ય 05 ક્રિ.ગ્રા. MSG પાઉડર તથા 05 ક્રિ.ગ્રા. વાસી મંચુરિયન મળીને કુલ 10 ક્રિ.ગ્રા. સ્થળ પર નાશ
• (6)ખ્વાહીશ ફૂડ પોઈન્ટ -ઉપયોગમાં લેવાતા અખાધ્ય પ્રિપેર્ડ ફૂડ 05 ક્રિ.ગ્રા. કલરવાળી ગ્રેવી સ્થળ પર નાશ
• (7)ખીચું ઢોકળા (મોરસીનભાઈ)- ફરસાણ, મસાલા / ચટણી વગેરે મળીને કુલ 15 કિ ગ્રા જથ્થો સ્થળ પર નાશ
• (9)ADM FOOD- ઉપયોગમાં લેવાતા અખાધ્ય 04 ક્રિ.ગ્રા. તેલવાળી ચટણીનો સ્થળ પર નાશ
• (10)જરીયા ચાઇનીઝ – ઉપયોગમાં લેવાતા અખાધ્ય 14 ક્રિ.ગ્રા.વાસી કલરવાળા મંચુરિયન તથા 08 કિ.ગ્રા. કાચા મંચુરિયનનો ખીરું મળીને કુલ 22 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ
• (11)મેગી સેન્ટર -વેચાણ માટે રાખેલ ઉત્પાદન અંગેની વિગતો દર્શાવેલ નહીં તેવા 360 બોટલ(200 મિલી) નો કુલ 72 લી. પાઈનેપલ કોલ્ડ્રિંક્સ સ્થળ પર નાશ કરવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ
• ફૂડ વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નીચે મુજબની વિગતે તપાસ કુલ 12 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 03 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તથા સ્થળ પર કુલ 160 કિ.ગ્રા. અખાદ્ય વાસીચીજોનો નાશ કરવામાં આવેલ. તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 14 નમૂના લેવામાં આવેલ.
• “કિષ્ના કુલ્ફી એન્ડ આઇસ્ક્રીમ” સ્થળ:- ખોડિયાર પાર્ક-2, મોરબી રોડ, રાજકોટની તપાસ કરતાં લેબલ પર ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ મેન્યુફેક્ચરિંગ, પેકિંગ ડેટ, બેચ નંબર, બેસ્ટ બિફોર વગેરેની વિગતો દર્શાવેલ ન હોવાથી વાસી અખાધ્ય કેન્ડી, કોન, અને આઇસ્ક્રીમનો જથ્થો મળીને કુલ 140 કિ.ગ્રા. -(2000 નંગ (70મિલી)) સ્થળ પર નાશ કરેલ. તેમજ હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
• “શિવમ કરછી દાબેલી” સ્થળ:- મવડી બાયપાસ, હરીદર્શન સ્કૂલ સામે, રાજકોટની તપાસ કરતાં વાસી અખાધ્ય બટેટા 04 કી.ગ્રા. તથા ચટણી 01 કી.ગ્રા. મળીને કુલ 05 કી.ગ્રા. સ્થળ પર નાશ કરેલ તથા પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
• “ઈશા એન્ટરપ્રાઇઝ” સ્થળ:- ચીઝી ગ્રીઝી /પોસીબલ ટ્રાયએંગલ, મવડી બાયપાસ, રાજકોટની તપાસ કરતાં લેબલ પર ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ મેન્યુફેક્ચરિંગ ડેટ તથા એકપાયરી ડેટ વગેરેની વિગતો દર્શાવેલ ન હોવાથી વાસી અખાધ્ય મિલ્ક શેઈક માટેનો મિલ્ક બેઇઝ કુલ 15 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરેલ. તેમજ પેઢીને લાઇસન્સ મેળવવા તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
• નમુનાની કામગીરી :