ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબત

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૭માં હાથીખાના મેઈનરોડ પર ગોલ્ડશોક બિલ્ડીંગની બાજુમાં કરીમપુરા મેમણ જમાતખાના ટ્રસ્ટ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરનું વાણીજ્ય હેતુનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતાં અત્રેથી ધી જી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ હેઠળ કાર્યવાહી હાથ ધરી તા.૩૦/૧/૨૦૨૩ ના રોજ કલમ-૨૬૦(૧) હેઠળ નોટીસ તથા કલમ-૨૬૭હેઠળ મનાઈ હુકમ ઇસ્યુ કરવામાં આવેલ, તેમ છતાં સદરહુ બાંધકામ દુર કરવામાં ન આવતાં કલમ-૨૬૦(૨) હેઠળ બાંધકામ તોડી પાડવા હુકમ કરવામાં આવેલ. આમ છતાં આસામીએ સ્લેબ ભરી કામ ચાલુ કરતાં,આજ તા.૫/૯/૨૦૨૩ ના રોજ સદરહુ બાંધકામ દુર કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાની ત્રણેય ઝોન કચેરીનો તમામ ટેકનીકલસ્ટાફ, રોશની શાખા, જગ્યા-રોકાણ શાખા, ફાયર બ્રિગેડ શાખાનો સ્ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.

Related posts

Leave a Comment