છાપાના લખાણવાળી શાહી લોકોના આરોગ્ય માટે હાનિકારક હોવાથી પસ્તીનો ઉપયોગ બંધ કરવા નાસ્તા, ખાણીપીણીના દુકાનદારોને નગરપાલિકાનો અનુરોધ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ નગરપાલિકા વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણી દુકાનો લારીઓ પર નાસ્તા માટે છાપાની પસ્તીનો ઉપયોગ કરાતો હોવાનું માલુમ પડ્યું છે. છાપાના લખાણવાળી શાહી લોકોના આરોગ્ય માટે હાનિકારક હોવાથી પસ્તીનો ઉપયોગ બંધ કરવા તમામ નાસ્તા કે ખાણી પીણીના દુકાનદારોને નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

નાસ્તા માટે છાપાની પસ્તીનો ઉપયોગ બંધ ન કરવા બદલ દુકાનદારો સામે બોટાદ નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને પણ આ બાબતની જાણ કરાશે. જેની નોંધ લેવા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ

Related posts

Leave a Comment