જામનગર જિલ્લા હોમગાર્ડઝ ની ઐતિહાસિક સિધ્ધિ

હિન્દ ન્યુઝ, જામનગર

હોમગાર્ડઝ જવાનોના ખાતામાં ફરજ ભથ્થા જમા… તહેવારો સુધરી ગયા

         જામનગર જિલ્લા હોમગાર્ડઝ ભાઈ બહેનો પોલીસની સાથે ખભે ખભા મિલાવી દિવસ અને રાત ફરજ બજાવે છે.

જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી ના નેતૃત્વમાં રાજ્ય કક્ષાએ જામનગર હોમગાર્ડઝ અગ્રેસર રહ્યું છે તથા એક પછી એક સિધ્ધિ હાંસલ કરતા રહે છે.

     વર્તમાન પર્વ સાતમ – આઠમના તહેવારો ધ્યાનમાં રાખી સમગ્ર જામનગર જિલ્લા હોમગાર્ડઝ ની વહીવટીય ટીમ ના ગિરિરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ કાંસેલા તથા જિલ્લાના તમામ હોમગાર્ડઝ યુનિટ અધિકારીઓ, વડી કચેરી અમદાવાદ તથા જામનગર પોલીસ ખાતાના સહકારથી ઓગષ્ટ માસનું ફરજ ભથ્થું માત્ર 4(ચાર) દિવસમાં E Payment જિલ્લાના તમામ હોમગાર્ડઝ જવાનોના ખાતામાં જમા થઈ ગયેલ છે. આથી તમામ હોમગાર્ડઝ ની સાતમ આઠમ સુધરી ગઈ છે અને હોમગાર્ડઝ જવાનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જેનો તમામ યશ જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીની રાહબરી, વહીવટીય કુશળતા તથા ટીમ વર્કને આભારી છે.

Related posts

Leave a Comment