હિન્દ ન્યુઝ, વલસાડ
પ્રજાસત્તાક પર્વ ઉજવણીના આયોજન અંગે વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યાક્ષસ્થાીને બેઠક મળી. વલસાડ જિલ્લાકક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આર.પી.એફ. ગ્રાઉન્ડર, ધરમપુર રોડ વલસાડ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યલક્ષસ્થા૭ને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી. બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટકરે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનને લઇ આ ઉજવણીનો કાર્યક્રમ ધ્વાજવંદન, પોલીસ બેન્ડં સાથે રાષ્ટ્રકગીત તેમજ મંત્રીના ઉદબોધન સાથે પૂર્ણ કરાશે. આ ઉજવણીના ઉપલક્ષમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવવા તેમજ કોરોના મહામારીને ધ્યાાને લઇ સરકારની માર્ગદર્શિકાનું પાલન થાય તેની તકેદારી રાખવા પણ જણાવ્યુંં હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિમત રહયા હતા.