હિન્દ ન્યુઝ, વલસાડ
તા.૨૧મીએ વાપી જી.આઇ.ડી.સી. ખાતે વલસાડ જિલ્લા
ઓફસાઇટ પ્લા નનું મોકડ્રીલ યોજાશે
વલસાડ જિલ્લો ઔદ્યોગિક વિકાસમાં ભારત તથા ગુજરાત રાજયમાં આગવું સ્થાીન ધરાવે છે. ઔદ્યોગિક વિકાસની હરણફાળના ભાગરૂપે વલસાડ જિલ્લામાં ઘણા રાસાયણિક કારખાનાઓમાં જોખમી રસાયણોનો ઉપયોગ થતો હોઇ અને તેનો સંગ્રહ અને વપરાશ ઘણી સાવચેતી માગી લે છે. જે બાબતે ઉદ્યોગકારો તથા સરકારી તંત્ર તો સાવચેત છે જ, આમ છતાં કોઇ સંજોગવસાત કોઇ ઔદ્યોગિક એકમોમાં કોઇ દુર્ઘટના બને તો તેની અસરો ઓછી કરી શકાય અને જાનમાલનું નુકશાન ન થાય કે ઓછામાં ઓછું નુકશાન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટિર, વલસાડના અધ્યઅક્ષપણા હેઠળ ડીસ્ટ્રી કટ ક્રાઇસીસ ગ્રૂપની રચના કરી જિલ્લાનો ઓફસાઇટ ઇમરજન્સીે પ્લાુન બનાવવામાં આવ્યોજ છે. આ ઓફસાઇટ ઇમરજન્સીલ પ્લાોનનું રીહર્સલ વર્ષમાં એકવાર કરવાનું રહે છે. જે અંતર્ગત તા. ૨૧/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે જીઆઇડીસી, વાપી ખાતે જિલ્લાના ઓફસાઇટ ઇમરજન્સી પ્લારનનું રીહર્સલ (મોકડ્રીલ) રાખવામાં આવ્યું.
જે દરમિયાન કેમીકલ ગેસ લીકેજનો સીનારીયો ઊભો કરી જિલ્લા વહીવટી તંત્ર, ઉદ્યોગકારો તથા આ વિસ્તાસરની આજુબાજુની જાહેર જનતાને ઔદ્યોગિક હોનારત વખતે કરવાની થતી કામગીરી તથા લેવાના સાવચેતીના પગલાં અંગે પ્રશિક્ષણ આપવામાં આવશે. જેથી ખરેખરની ઇમરજન્સી વખતે લોકોમાં ગભરાટ ન ફેલાય અને આત્મીવિશ્વાસમાં વધારો થાય. આ રીહર્સલ ઓફસાઇટ ઇમરજન્સી પ્લાસનનું માત્ર મોકડ્રીલ જ છે. ખરેખર ઇમરજન્સી ઊભી થઇ હોઇ તો તેને કેવી રીતે પાર પાડવી? તેનું પૂર્વ આયોજન, પૂર્વ તૈયારી, ઝડપી પ્રતિક્રિયા વગેરે બાબતોની ચકાસણી માત્ર છે. જેથી આ રીર્સલ દરમ્યાઇન કોઇએ ગભરાવાની જરૂર નથી. આથી કામગીરી દરમિયાન સંયમ રાખી, કામગીરીને સમજી, અફવાઓથી દુર રહી, સત્તાવાળાઓની સુચનાનો અમલ કરી સંપૂર્ણ સહકાર આપવા ઔદ્યોગિક સલામતી અને સ્વા સ્ય્યમ ના નાયબ નિયામક દ્વારા જણાવાયું છે.