જૂનાગઢમાં વિશ્વવિખ્યાત મહાશિવરાત્રીનાં મેળાની તડામાર તૈયારીઓ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

ગિરિવર ગિરનારની ગોદમાં યોજાતા વિશ્વવિખ્યાત શિવરાત્રી મેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે વિશ્વવિખ્યાત શિવરાત્રીનો મેળો યોજાતો ન હતો પરંતુ આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો યોજાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથમાં ૧૩૨, જંગલમાં ૩૬ ઉતારા અને ૪૯ પ્લોટ ફાળવાયા છે. અલગ અલગ ઉતારા મંડળો દ્વારા પોતાના અન્નક્ષેત્ર પૂર્વ તૈયારીઓ ચાલુ કરી દીધી છે સાથે સાથે તંત્ર પણ કામે લાગી ગયું છે. ભવનાથ ક્ષેત્રના રોડ રસ્તા, લાઈટ, પાણી વગેરેની તૈયારીઓ પણ થવા લાગી છે. મહાવદ નોમ ના દિવસે ધ્વજારોહણ બાદ મેળો ચાલુ થશે અને મહાવદ ચૌદસ મહાશિવરાત્રીના દિવસે શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે આ મેળામાં દેશ-વિદેશમાંથી અનેક સંતો-મહંતો, સાધુ સંતો આવશે અને પોતાની ધૂણી ધખાવશે અને હર હર બમ બમ, હર હર મહાદેવ નાદ ગુંજી ઉઠશે.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment