હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણના અંતિમ સોમવારે ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લેહરી ટ્રસ્ટના વી.આઇ.પી અતિથિ ગૃહ ખાતે રાજ્યપાલ નું સ્વાગત કર્યું હતું. મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સાથેજ તેઓ એ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ કીટ રાજ્યપાલ ને ભેટ આપવામાં આવ્યા હતા.
Read MoreDay: September 11, 2023
પવિત્ર શ્રાવણ માસ ના ચોથા સોમવારે દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા હર હર મહાદેવ નો નાદ ગુંજી ઉઠ્યો
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસ ના ચોથા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર વિવિધ પીતાંબર, વિવિધ પુષ્પોનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ. જે દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો.
Read Moreસોમનાથ મહાદેવને શ્રાવણની અગીયારસે વૈષ્ણવ દર્શન શૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણના મહિનો શૈવ ભક્તો સાથે વૈષ્ણવો માટે ખુબ મહત્વ ધરાવે છે. ભગવાન શિવ વૈષ્ણવોમાં શ્રેષ્ઠ છે. શ્રી મદ્ ભાગવતની દ્વાદશ સ્કંદમાં આ માહાત્મ્ય આવેલુ છે. અધ્યાય 13નો એક શ્લોક આ રીતે માહાત્મય દર્શાવતા કહે છે કે, निम्नगानांयथा गंगा देवनाम अच्युतो यथा वैष्णवानां यथा शंभु: पुराणानामिदं तथा। જેમ નદિઓ માં ગંગા શ્રેષ્ઠ છે, દેવતાઓમાં ભગવાન કૃષ્ણ અને વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે. ભગવાન શિવના ગુણાનુવાદ માં વૈષ્ણવના 26 ગુણો સમાવિષ્ટ છે. ભગવાન શિવ દયાળુ છે, દોષહીન છે, સ્થિર છે, શાંત છે, સમદર્શી છે, અકિંચન છે, પરમપાવન છે,…
Read Moreસોમનાથ મહાદેવને કરવામાં આવ્યો શ્રીહનુમાન દર્શન શ્રૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ કૃષ્ણ દશમીના અવસર પર સોમનાથ મહાદેવને વિશેષ હનુમાનજી દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવ પર ચંદન પુષ્પની મદદથી કપિરાજ હનુમાનજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. આ વિશેષ શ્રૃંગારમાં 100 કિલો થી વધુ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હનુમાનજી શિવજીના રુદ્રાવતાર કહેવામાં આવે છે. શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી આજે પણ કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વીનું પાલન અને રક્ષણ કરી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગમાં હનુમાનજીની પ્રતિકૃતિ ના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.
Read Moreવિંછીયાની સિવિલ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામા આવ્યું
હિન્દ ન્યુઝ, જસદણ વિંછીયાની સિવિલ કોર્ટ ખાતે તારીખ:-૦૯/૦૯/૨૦૨૩ ના દિવસે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ – અમદાવાદ તથા રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ અને સિવિલ કોર્ટ દ્વારા વિંછીયા ન્યાયમંદિર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. સદરહુ આ લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ સીવીલ જજ કૃતેશકુમાર એન. જોશી સાહેબ તેમજ વકીલ સંજયભાઈ એન.રામાનુજ, ડી.એચ.બોખા, વી.એમ.હણ તથા વિંછીયા સિવિલ કોર્ટના રજીસ્ટર એસ.જી.ભટ્ટ તથા કોર્ટનાસ્ટાફગણ સી.એમ.નાકીયા, સતીષભાઈ તથા વિંછીયા પી.જી.વી.સી.એલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના…
Read Moreજન્માષ્ટમી તહેવાર દરમ્યાન પ્રદ્યુમન પાર્ક ખાતે કુલ ૭૩૬૯૪, રામવન ખાતે ૨૭૪૯૨ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૧૪૨૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામવન અર્બન ફોરેસ્ટ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ, રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાતે લીધી હતી. ખાસ કરીને જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓની વિશષ ભીડ રહે છે. સાતમથી અગીયારસ સુધીના (તા.૦૬/૦૯/૨૦૨૩ થી ૧૦/૦૯/૨૦૨૩ સુધી) પાંચ દિવસમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ કુલ ૭૩૬૯૪ સહેલાણીઓ, રામવન અર્બન ફોરેસ્ટ ખાતે ૨૭૪૯૨ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૧૪૨૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી,…
Read More