વિંછીયાની સિવિલ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામા આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ

    વિંછીયાની સિવિલ કોર્ટ ખાતે તારીખ:-૦૯/૦૯/૨૦૨૩ ના દિવસે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ – અમદાવાદ તથા રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ અને સિવિલ કોર્ટ દ્વારા વિંછીયા ન્યાયમંદિર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. સદરહુ આ લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ સીવીલ જજ કૃતેશકુમાર એન. જોશી સાહેબ તેમજ વકીલ સંજયભાઈ એન.રામાનુજ, ડી.એચ.બોખા, વી.એમ.હણ તથા વિંછીયા સિવિલ કોર્ટના રજીસ્ટર એસ.જી.ભટ્ટ તથા કોર્ટનાસ્ટાફગણ સી.એમ.નાકીયા, સતીષભાઈ તથા વિંછીયા પી.જી.વી.સી.એલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને પક્ષકારોની હાજરીમાં લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી. આ લોક અદાલતમાં વીંછિયાના નામદાર પ્રિન્સિપાલ સીવીલ જજશ્રી કૃતેશકુમાર એન.જોશી સાહેબ દ્વારા લોક અદાલતનું મહત્વ સમજાવવામાં આવેલ. આ લોક અદાલતમાં એક જ દિવસમાં કુલ ૧૫૦ કેસોનો નિકાલ થયેલ તથા વીંછિયા પી.જી.વી.સી.એલ. અને બેંકોના ૩૩ પ્રિલીટીગેશનના કેસોમાં ૧,૮૭,૦૦૦/- જેટલી રકમ રિકવર થયેલ તથા સ્પેશિયલ સીટીંગમાં ૪૨,૮૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવેલ. આ લોક અદાલતમાં વિવિધ વિભાગમાંથી પધારેલ અધિકારીઓનો તેમજ પક્ષકારોનો વિંછીયા કોર્ટ કર્મચારીગણ દ્રારા આભાર વ્યક્ત કરેલ તેવું એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment