જન્માષ્ટમી તહેવાર દરમ્યાન પ્રદ્યુમન પાર્ક ખાતે કુલ ૭૩૬૯૪, રામવન ખાતે ૨૭૪૯૨ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૧૪૨૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

       રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામવન અર્બન ફોરેસ્ટ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ, રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાતે લીધી હતી. ખાસ કરીને જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓની વિશષ ભીડ રહે છે. સાતમથી અગીયારસ સુધીના (તા.૦૬/૦૯/૨૦૨૩ થી ૧૦/૦૯/૨૦૨૩ સુધી) પાંચ દિવસમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ કુલ ૭૩૬૯૪ સહેલાણીઓ, રામવન અર્બન ફોરેસ્ટ ખાતે ૨૭૪૯૨ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૧૪૨૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી, તેમ મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ ૭૩૬૯૪ મુલાકાતીઓ મુલાકાતે આવ્યા હતા જેમાં રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૧૯,૯૯,૯૮૫/-ની આવક થયેલ છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જન્માષ્ટમીના તહેવારોમાં ૬૯,૭૩૦ મુલાકાતીઓ પધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.૧૮,૦૮,૦૨૫/-ની આવક થયેલ હતી.

રામવન અર્બન ફોરેસ્ટ ખાતે કુલ ૨૭૪૯૨ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી જેમાં રાજકોટ મહાનગરપાલિકાને કુલ રૂ. ૫.૫૦ લાખની આવક થયેલ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ૧૪૨૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.

જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખી ગત શુક્રવારના દિવસે પણ ઝૂ મુલાકાતીઓ માટે શરૂ રાખવામાં આવેલ હતુ. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ઝૂ ખાતે નવ માસ પહેલા જન્મ થયેલ ૦૨ સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવેલ. આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.

તહેવારનાં દિવસોમાં મુલાકાતીઓની વિશેષ ભીડ રહેતી હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલ. જેમાં ટીકીટબુકીંગ માટે લાંબી કતારો ન લાગે તે માટે ૦૬ ટીકીટબુકીંગ કાઉન્ટર શરૂ કરવામાં આવેલ, મુલાકાતીઓ માટે ફર્સ્ટ એઇડ સુવીધા, વાહન પાર્કીગમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના સીક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા, બેટરીકાર માટેનું અલગ સ્ટેન્ડ, માઇકીંગ સીસ્ટમ, સમગ્ર ઝૂ પરીસરમાં વહેલી સવારથી જ દૈનીક સફાઇ વ્યવસ્થા વિગેરે કરવામાં આવેલ.

તંત્ર દ્વારા અગાઉથી જ તમામ તૈયારીઓ કરાતા મુલાકાતીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ પડેલ નથી અને મુલાકાતીઓ તરફથી એકપણ ફરીયાદ મળેલ નથી.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૫૦ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત ચાલુ વર્ષે ઝૂ ઇન્ટરપ્રીટેશન સેન્ટર મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે.

Related posts

Leave a Comment