સોમનાથ મહાદેવને શ્રાવણ વદ નોમ ના દિવસે કમળ પુષ્પ શૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ  

વિવિધ કમળોનો ઉપયોગ કરી સુંદર શૃંગારના દર્શન ની ઝાંખી થી ભક્તો ધન્ય બન્યા

        શ્રાવણમાસના અંતીમ દિવસોમાં ભક્તો મહાદેવ ના દર્શન માટે દુર-દુર થી આવી રહ્યા છે. ભક્તો વૈવિદ્યતા સભર દર્શનનો લાભ મળે તેવા શુભ આશયથી કમળ પુષ્પ શૃંગાર કરવામાં આવેલો હતો. કમળ કાદવમાં ખીલે છે, છતાં એ કાદવ તેને સ્પર્શી શકતો નથી. કમળની સુંદરતા અને તેની સુગંધ દરેકનું મન મોહનારી છે. કમળની આઠ પાંખડીઓ માણસના જુદા-જુદા ગુણની પ્રતીક છે. કમળ આપણને જીવન જીવવાની રીત શીખવે છે.

         કમળની આઠ પાંખડીઓ માનવીના જુદા-જુદા ગુણ દર્શાવે છે. પવિત્રતા, શાંતિ, દયા, મંગળ, નિ:સ્પૃહતા, સરળતા, ઇર્ષ્યાનો અભાવ અને ઉદારતા. જો આપણે આ દરેક ગુણ અપનાવી લઈએ તો આપણે પણ ભગવાનને કમળના ફૂલની જેમ પ્રિય બની જઈએ.

 

Related posts

Leave a Comment