ગઢડા ખાતે મધ્યસ્થ કાર્યાલય નો શુભારંભ

હિન્દ ન્યૂઝ, ગઢડા, 

                                આગામી દિવસોમાં 106 ગઢડા વિધાનસભા ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગઢડા ખાતે મધ્યસ્થ કાર્યાલય નું શુભારંભ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા  મંત્રી વિભાવરીબેન દવે, મહુવાના ધારાસભ્ય આર.સી ભાઈ મકવાણા, ગારીયાધાર ના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, પાલિતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારેયા, માજી કેબીનેટ મંત્રી આત્મારામભાઈ પરમાર, ભાવનગર જિલ્લા ભાજપ ના અધ્યક્ષ મહેન્દસિહ સરવૈયા, બોટાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી, ભાવનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ વકતુંબેન મકવાણા, ભાવનગર મહાનગર પાલિકા ના મેયર મનભા મોરી, સહિત બોટાદ અને ભાવનગર જિલ્લાના હોદેદારો, કાયૅકરો, આગેવાનો અને જાગૃત નાગરિકોની હાજરમાં મધ્યસ્થ કાર્યાલય નુ શુભારંભ કરવામાં આવ્યો.

રિપોટૅર : યુસુફભાઈ આકબાણી, ઢસા

Related posts

Leave a Comment