રાજકોટ ના S.O.G ટીમે જાગનાથ પ્લોટમાંથી વોર્ડ.નં.3 ના કોંગી નગરસેવકના ભત્રીજાને દારૂની ૧૨ બોટલ સાથે દબોચી લીધેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર S.O.G P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I અસલમ અંસારી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અજયભાઇ શુકલા, કૃષ્ણદેવસિંહ જાડેજા, સોનાબેન મુળીયા, ઝહીરભાઈ ખફીક, અનિલસિંહ ગોહિલને સાથે રાખીને જાગનાથ પ્લોટમાં નંદવિહાર નામના મકાનમાં દરોડો પાડી સિંધી કોલોનીમાં રહેતા કિશનભાઇ ટેકચંદ આસવાણી નામના શખ્સને ૪૮૦૦ રૂપિયાની દારૂની ૧૨ બોટલ સાથે દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ બુટલેગર વોર્ડ.નં.3 ના કોંગી કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીનો ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આગળની તપાસ હાથ ધરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment