હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પના સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે જણાવેલ સ્થળે સંપર્ક સાધવાનો રહેશે. આ નામ નોંધણી કેમ્પ સિહોર તાલુકાના પથિકાશ્રમ ખાતે ૮ તારીખે, ગારિયાધાર તાલુકામાં સરકારી આરામગૃહ ખાતે…
Read MoreDay: September 7, 2023
શ્રાવણ કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવને કેસરિયા પુષ્પો નો શ્રૃંગાર કરવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસર પર સોમનાથ મહાદેવને શૌર્ય અને ત્યાગના પ્રતિક સમાન કેસરિયા પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ 205 કિલોથી વધુ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. મહાદેવના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા. કેસરી રંગ ત્યાગ, જ્ઞાન, પવિત્રતા અને સેવાનું પ્રતીક છે. શાસ્ત્રોમાં શ્રી રામ, શ્રી કૃષ્ણ અને અર્જુનના રથના ધ્વજનો રંગ કેસરી ગણાવ્યો છે. કેસરી રંગ બલિદાન અને બહાદુરીનું પ્રતીક છે. કેસરી રંગ એ સૂર્યોદય અને સૂર્યાસ્તનો રંગ પણ છે, અર્થાત્ કેસરી રંગ સનાતન ધર્મના જન્મ, મૃત્યુ…
Read More