દેશના લોકલાડીલા વડાપ્રધાન માન. નરેન્દ્રભાઇ મોદીના ૭૩ માં જન્મ દિવસ નિમિત્તે તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સમગ્ર ગુજરાતના ૭૩ સ્થળો પર. ૭૩૦૦૦ યોગ સાધકો સાથે ૭૩૦૦૦૦ સુર્યનમસ્કાર કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, જામનગર       દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોથી આપણી ભારતીય સંસ્કૃતિની દેન ” યોગ” ને વિશ્વ ફલક સુધી પહોંચાડી ૨૧મી જુન ને “આંતર રાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે માન્યતા અપાવેલ છે. સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે કે યોગ થકી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે એક સારા સમાજનું નિર્માણ થાય છે. યોગના આ કાર્યને આગળ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા અને યોગનો પ્રચાર – પ્રસાર થાય તથા જન જન સુધી યોગ પહોંચે અને લોકો યોગમાં રસ લઈ શારીરિક અને માનસિક રીતે મજબુત બની નિરોગી…

Read More

શ્રાવણની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવને કરાયો સર્વદેવમય રથારોહણ શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ       સોમનાથ તા.13/09/2023, શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી, બુધવાર નાં રોજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ માસની માસિક શિવરાત્રીના પાવન અવસરે રથારોહણ શ્રૃંગાર થી અલંકૃત કરવામાં આવ્યા હતા. આ શ્રૃંગાર પાછળનો ધાર્મિક મહિમા જાણીએ તો ભગવાન રુદ્રનું નવમું સ્વરૂપ શર્વ કહેવાય છે. તેમને શર્વરુદ્ર પણ કહેવામાં આવે છે કારણ કે તેમણે તમામ દેવતાઓ દ્વારા નિર્મિત રથ પર બેસીને ત્રિપુર નો નાશ કર્યો હતો.   શર્વનો એક અર્થ સર્વવ્યાપી, સર્વાત્માં અને ત્રિલોક અધિપતિ પણ કેહવામાં આવે છે. બ્રહ્માએ બધા દેવતાઓ સાથે મળીને ત્રિપુરના વિનાશ માટે ભગવાન રુદ્રને પ્રાર્થના કરી…

Read More

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસની માસિક શિવરાત્રી પર ભાવિકો શિવભક્તિમાં લીન બન્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ પવિત્ર શ્રાવણ માસ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારી રહ્યા છે. સોમનાથમાં માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ બની છે તેમાં પણ શ્રાવણ માસની માસિક શિવરાત્રીમાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની માસિક શિવરાત્રીની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના 10:00 કલાકે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, શારદા પીઠના શંકરાચાર્યના શિષ્ય…

Read More

PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટેના કેમ્પનો આવતીકાલે તા. ૧૫/૦૯/૨૦૨૩ છેલ્લો દિવસ

હિન્દ ન્યુઝ, રાજકોટ        ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલ તા. ૧૩-૦૯-૨૦૨૩ના રોજ ૬૬૦ લાભાર્થી અને આજે…

Read More

છોટાઉદેપુર જીલ્લા સેવા સદનમાં પ્રાકૃતિક વસ્તુઓનું વેચાણ કેન્દ્ર કાયમી ધોરણે શરુ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       ગુજરાત અને ભારતભરમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન જયારે વેગવંતુ બનેલું છે ત્યારે છોટાઉદેપુર જીલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ માર્કેટ મળી રહે અને અહીના સ્થાનિક લોકોને શુદ્ધ અને કેમિકલ રહિત ખાધ્યાનો, કઠોળ, દેશી શાકભાજી અને ફળફળાદી વગેરે વસ્તુઓ મળી રહે તે માટે આત્મા પ્રોજેક્ટ અને જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી તેમજ જીલ્લા સેવા સદનના સૌજન્યથી ખેડૂતો માટે જીલ્લા સેવા સદનના પ્રાંગણમાં આજરોજ વેચાણ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યુ છે. જે કોઈ પ્રાકૃતિક ખેતી કરે છે તે તમામ ખેડૂતો આ સ્ટોલમાં પોતાના ઉત્પાદનો વેચી શકશે, ખેડૂત પાસેથી સીધું…

Read More

નવા મહિલા હોકર્સ ઝોન માટે તા. ૧૪-૦૯-૨૦૨૩થી તા. ૨૯-૦૯-૨૦૨૩ દરમ્યાન અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર, ઈ.એસ.આર.ની બાજુમાં નવો મહિલા હોકર્સ ઝોન શરૂ કરવામાં આવનાર છે. આ હોકર્સ ઝોનમાં ફક્ત મહિલા ફેરીયાઓ મહિલા માટેની ચીજ-વસ્તુઓનું જ વેચાણ કરી શકશે. આ હોકર્સ ઝોનના ૧૮ થડાની ફાળવણી કરવા માટે રસ ધરાવતા મહિલા ફેરીયાઓએ તા. ૧૪-૦૯-૨૦૨૩થી તા. ૨૯-૦૯-૨૦૨૩ દરમ્યાન અરજી કરી શકશે ત્યારબાદ ડ્રોથી થડાની ફાળવણી કરવામાં આવશે. આ કામના અરજી ફોર્મ તથા શરતો દબાણ હટાવ વિભાગ, ત્રીજો માળ, રૂમ નં.૦૯, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતેથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા (પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ,…

Read More

National ICCC Mentorship Programમાં દેશના ૧૨ મોડેલ સ્માર્ટ સિટીમાં રાજકોટ સ્માર્ટ સિટીનો સમાવેશ: ICCC મેન્ટર તરીકે મનપાના ડાયરેકટર (આઈ.ટી.) સંજય ગોહિલની પણ પસંદગી

હિન્દ ન્યુઝ, રાજકોટ        ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ભારતનાં કુલ ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની શરુઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા પસંદગી કરવામાં આવેલ. રાજકોટ દ્વારા સ્માર્ટ સીટી મીશન અંતર્ગત આઈ.ટી.એમ.એસ, એ.ટી.સી.એસ, સીસીટીવી સર્વેલન્સ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, જીઆઈએસ, અંડરગ્રાઉંડ યુટીલીટી સર્વે, એન્ટી હોકીંગ સીસ્ટમ, ડ્રેનેજ સ્કાડા, વોટર સ્કાડા, ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક વિગેરે જેવા કમ્પોનન્ટ સફ્ળતા પુર્વક ઇન્સટોલ કરેલ છે તેમજ તમામ કામગીરીનું મોનિટરીંગ એક જ જગ્યાએથી થઈ શકે તે માટે નાના મવા ખાતે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની…

Read More

ગીર સોમનાથમા સુપાસી ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને એ.આર.ટી.ઓ. ના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથમાં વેરાવળ તાલુકાના સુપાસી ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતુ. એ.આર.ટી.ઓ. વાય.એચ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ જાગૃતિ યુવા કલા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ નાટકના માધ્યમથી વાહન ચલાવતા સમયે હેલ્મેટ, સીટબેલ્ટ, રોન્ગ સાઇડમાં સર્વીસ લાઇનનો ઉપયોગ કરવા અને ગતી મર્યાદામાં વાહન ચલાવવા સહિતની તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી. માર્ગ સલામતિને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના સંભવિત બ્લેક સ્પોટ અને હાલના બ્લેક સ્પોટ પર શેરી નાટકોનું આયોજન કરવામાં આવેલ છે.…

Read More

ગીર-સોમનાથમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવા માટે વિશેષ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ          ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં છે. આ યોજના હેઠળ લાભાર્થી બહેનને દર માસે રૂા. ૧૨૫૦ ની સહાય ચુકવવામાં આવે છે. હાલ જિલ્લામાં ૩૩,૩૦૬ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. આ તમામ લાભાર્થી બહેનોને તથા કુટુંબના તમામ સભ્યોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભ મળે તે હેતુથી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.         આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા આ તમામ લાભાર્થીઓએ પોતાનું આધારકાર્ડ, રાશન કાર્ડ અને આવકનો દાખલો લઇ…

Read More

થરાદ ખાતે આવેલ વીડી ડાંગેશ્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી રુદ્ર અભિષેક અને હવન કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, થરાદ  થરાદ ખાતે આવેલ વીડી ડાંગેશ્વર મહાદેવ ના 600 વર્ષ પૌરાણિક મહાદેવના મંદિરે આજે શ્રાવણ મહિનાની છેલ્લી ચૌદસ હોવાથી મહાદેવના મંદિરે વહેલી સવારથી રુદ્ર અભિષેક અને હવન કરવામાં આવ્યો શ્રાવણ માસમાં જ્યારે બધા શિવાલયમાં ભક્તોને ભારે ભીડ જોવા મળે છે ત્યારે આજે થરાદ શહેરમાં આવેલા 600 વર્ષ થી વધારે પૌરાણિક ડાંગેશ્વર મહાદેવના મંદિરે ભક્તો દ્વારા વહેલી સવારે આખો શ્રાવણ મહિનો રુદ્રાભિષેક કરવામાં આવે છે અને શ્રાવણ માસની આ છેલ્લી ચૌદસ હોય આજે વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા રુદ્ર અભિષેક અને શિવ સહસ્ત્ર નામની 1008 આપવામાં આવ્યા અને શિવ…

Read More