હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર, ઈ.એસ.આર.ની બાજુમાં નવો મહિલા હોકર્સ ઝોન શરૂ કરવામાં આવનાર છે. આ હોકર્સ ઝોનમાં ફક્ત મહિલા ફેરીયાઓ મહિલા માટેની ચીજ-વસ્તુઓનું જ વેચાણ કરી શકશે. આ હોકર્સ ઝોનના ૧૮ થડાની ફાળવણી કરવા માટે રસ ધરાવતા મહિલા ફેરીયાઓએ તા. ૧૪-૦૯-૨૦૨૩થી તા. ૨૯-૦૯-૨૦૨૩ દરમ્યાન અરજી કરી શકશે ત્યારબાદ ડ્રોથી થડાની ફાળવણી કરવામાં આવશે.
આ કામના અરજી ફોર્મ તથા શરતો દબાણ હટાવ વિભાગ, ત્રીજો માળ, રૂમ નં.૦૯, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતેથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા (પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશન કાર્ડ અને લાઇટબીલ)ની નકલ સાથે દબાણ હટાવ વિભાગમાં રજૂ કરવાના રહેશે.