હિન્દ ન્યુઝ, રાજકોટ
ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલ તા. ૧૩-૦૯-૨૦૨૩ના રોજ ૬૬૦ લાભાર્થી અને આજે બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં ૨૮૫ લાભાર્થીઓ સહીત કુલ ૯૪૫થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આવતીકાલે તા. ૧૫-૦૯-૨૦૨૩ના રોજ આ કેમ્પનો છેલ્લો દિવસ હોવાથી વધુને વધુ લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરને છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર લોન ફોર્મ ભરાયેલ લાભાર્થીઓનાં લોન મંજુરી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચેની વિગતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડિયન બેંક, કેનેડા બેંક, ફેડેરલ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, એક્સીસ બેંક, એચ.ડી.એફ.સી. બેંક, પંજાબ નેશનલ બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, યુકો બેંક, ઇંડસીસ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીસ બેંક વિગેરે બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી કેમ્પના સ્થળે જ લોન મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ.
લોન મંજુરી કેમ્પની સાથે જે ફેરિયાઓ લોન લેવા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓ માટે નવી લોન અરજીઓ માટે કેમ્પના સ્થળ ઉપર ઓનલાઈન ફોર્મ પણ ભરવામાં આવનાર છે.
ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે શેરી ફેરિયાઓનુ બેકો દ્વારા ડીજીટલ ઓનબોર્ડીંગ કરી કેશબેક અંગેની સમજ પણ બેંકો દ્વારા આપવામાં આવશે. આ માટે જેઓની લોન અરજી મંજુરીની પ્રક્રિયામાં છે તેવા તમામ લાભાર્થીઓએ કેમ્પનાં સ્થળે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક ઓરીજીનલ તથા ઝેરોક્ષ તેમજ૨- પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નજીકનાં કેમ્પ સ્થળે ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.