હિન્દ ન્યુઝ, જામનગર
દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોથી આપણી ભારતીય સંસ્કૃતિની દેન ” યોગ” ને વિશ્વ ફલક સુધી પહોંચાડી ૨૧મી જુન ને “આંતર રાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે માન્યતા અપાવેલ છે. સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે કે યોગ થકી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે એક સારા સમાજનું નિર્માણ થાય છે.
યોગના આ કાર્યને આગળ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા અને યોગનો પ્રચાર – પ્રસાર થાય તથા જન જન સુધી યોગ પહોંચે અને લોકો યોગમાં રસ લઈ શારીરિક અને માનસિક રીતે મજબુત બની નિરોગી રહે તેવા શુભ આશયથી સમગ્ર દેશમાં સૌપ્રથમ નિર્ણય લઈ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી,
ભારતના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદી પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત છે. માન. વડાપ્રધાન દરરોજ નિયમિત યોગ કરે છે. માન, નરેન્દ્ર મોદીના વક્તવ્યમાં હંમેશા તેઓ ચોગનાં મહત્વ અને ફાયદા પર ભાર મુકતા જોવા મળ્યા છે. માન. નરેન્દ્ર મોદી વિશેના ઘણા અહેવાલૉમાં તેઓ પોતાના રોજિંદા કામકાજમાંથી યોગ માટે સમય ફાળવતા હોવાનું જાણવા મળ્યું છે.
યોગ ક્ષેત્રમાં માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમુલ્ય ફાળો રહેલ છે, જેના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપણા દેશના વડાપ્રધાન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા, વિશ્વનેતા, માન. નરેન્દ્રભાઈ મોદીજી ના ૩૩માં જન્મ દિવસ નિમિત્તે તા.૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સમગ્ર ગુજરાતમાં ૭૩ સ્થળો પર, ૭૩૦૦૦ યોગ સાધકો સાથે ૩૩૦૦૦૦ સુર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૬-૦૦ કલાકે થી ૮-૦૦ કલાક સુધી દરેક જિલ્લામાં (મહાનગરપાલિકા ખાતે યોજાનાર છે. જેમા ઉપસ્થિત રહેવા આપ સર્વેને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફ્થી હાર્દિક આમંત્રણ છે.
જામનગર ખાતે તા. ૧૫-૦૯-૨૦૨૩ નાં રોજ યોગ રેલી, સમય : સાંજે ૪:૦૦ વાગ્યે
તા. ૧૬/૧૭ નાં રોજ યોગ શિબિર કાર્યક્રમ, સમય : સવારે ૭:૦૦ થી ૯:૦૦ કલાકે
સ્થળ : શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, પટેલ કોલોની, જામનગર
સંપર્ક: પ્રીતિબેન શુક્લ
સૌરાષ્ટ્ર ઝોન કોઓર્ડીનેટર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ
મો. 7567170014