હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને બોટાદ જિલ્લા આયોજન મંડળ દ્વારા બોટાદવાસીઓની સુવિધામાં વધારો કરતા જ્યોતિગ્રામ સર્કલ ખાતે એસ.ટી.પીકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વિરાણીના વરદ હસ્તે આ પીકઅપ સ્ટેન્ડને રિબીન કાપી ખુલ્લું મૂકાયું હતું. આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર જનસેવાનાં સંકલ્પ સાથે સતત કાર્યરત છે ત્યારે નાગરિકોની સુખાકારી વધારવા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. આજે જ્યોતિગ્રામ સર્કલ પર એસ.ટી. પિકઅપ સ્ટેન્ડનાં લોકાર્પણ પ્રસંગે સૌને શુભેચ્છાઓ. આ વિસ્તારનાં…
Read MoreDay: September 12, 2023
ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને એ.આર.ટી.ઓ નાં સંયુક્ત ઉપક્રમે ઉના ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને એ.આર.ટી.ઓ. ના સંયુક્ત ઉપક્રમે ઉના ટાવરચોક ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતુ. એ.આર.ટી.ઓ. વાય.એચ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ જાગૃતિ યુવા કલા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ નાટકના માધ્યમથી વાહન ચલાવતા સમયે હેલ્મેટ, સીટબેલ્ટ, રોન્ગ સાઇડમાં સર્વીસ લાઇનનો ઉપયોગ કરવા અને ગતી મર્યાદામાં વાહન ચલાવવા સહિતની તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી. માર્ગ સલામતિને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના સંભવિત બ્લેક સ્પોટ અને હાલના બ્લેક સ્પોટ પર શેરી નાટકોનું આયોજન કરવામાં આવેલ છે. ઉના ખાતે યોજાયેલ માર્ગ…
Read Moreનેકનામ માધ્યમિક શાળાના આચાર્ય આર.પી.મેરજાનો વિદાય સમારંભ યોજાયો
હિન્દ ન્યુઝ, મોરબી નેકનામ માધ્યમિક શાળાના આચાર્યશ્રી આર.પી. મેરજા ગત તા. 31 ઓગસ્ટના રોજ વય નિવૃતિના કારણે તેઓની સેવામાંથી નિવૃત થતાં તેઓની સેવાઓને બિરદાવાઇ હતી. આર.પી. મેરજાની નિવૃત્તિ પ્રસંગે શાળા સંચાલક મંડળ, ગ્રામ પંચાયત, શાળા પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આચાર્યની સેવાઓ બિરદાવવા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારિયા, ગામના સરપંચ કનકસિંહ ઝાલા, ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામ પંચાયતના માજી સરપંચઓ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેશવજીભાઇ રૈયાણી, તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખ…
Read Moreશ્રમિકોના સગવડોથી લઇ તેમના પરિવારના કલ્યાણ માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલમાં
રાજ્ય સરકાર શ્રમિકોની સુખાકારી માટે કટિબદ્ધ હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર એવા બાંધકામ શ્રમિક ભાઇ-બહેનોને વિવિધ યોજનાઓ થકી મદદરૂપ બની રહી છે. રાજ્યનાં શ્રમિકોને અનેક મદદરૂપ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જેથી રાજ્યનાં દરેક શ્રમિક વર્ગ પણ પાયાની અને જરૂરી તમામ સુવિધાઓ મેળવતા થયા છે. મેડીકલ હેલ્થ યુનિટ (ધન્વન્તરી આરોગ્ય રથ) : કડીયાનાકા, બાંધકામ સાઈટ અને શ્રમિક વસાહતો પર નિઃશુલ્ક પ્રાથમિક તબીબી સારવાર, લેબોરેટરી ટેસ્ટ અને દવાઓ આપવામાં આવે છે. હાલ સમગ્ર રાજ્યમાં ૧૫૪ રથ કાર્યરત…
Read Moreલોકમેળામાં તા.૦૪/૦૯/૨૦૨૩ થી તા.૧૦/૦૯/૨૦૨૩ દરમ્યાન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કુલ ૧૭૬ ટન કચરાનો નિકાલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાનમાં રંગરસ લોકમેળા-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ હતું. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તક રંગરસ લોકમેળા-૨૦૨૩માં સારી રીતે સ્વચ્છતા જળવાય રહે તે હેતુ થી ત્રણેય શીફટમાં રાઉન્ડ ધ કલોક સફાઇ કરવામાં આવેલ. જે અન્વયે રાઉન્ડ ધ કલોક કુલ:-૨૨૫ સફાઇ કામદારો દ્વારા લોકમેળામાં સફાઇ કામગીરી કરવામાં આવેલ તથા નાયબ પર્યાવરણ ઇજનેર-૧, મદદનીશ પર્યાવરણ ઇજનેર-૫, સેનીટેશન ઓફિસર-૧ તથા સેનેટરી સબ-ઇન્સપેકટર-૧૨ વિગેરેનો સ્ટાફ રાખવામાં આવે છે. આમ, તા.૦૫/૦૯/૨૦૨૩માં રંગરસ લોકમેળામાં જુદા-જુદા સ્ટોલનું ચેકીંગ કરવામાં આવેલ હતું. જેમાં કુલ-૭૮ જુદા-જુદા સ્ટોલનું ચેકીંગ કરતા ૨૬-સ્ટોલમાંથી સીંગલ યુઝ…
Read MorePMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરને છુટાછવાયા…
Read Moreજસદણના જંગવડના માર્ગે દોઢ વર્ષનું બાળક રમતા રમતા કુવામાં પડી જતા મોત નીપજ્યું
હિન્દ ન્યુઝ, જસદણ મધ્યપ્રદેશના અલી રાજપુર જિલ્લાના બડાભાવટા ગામના રહેવાસી પરપ્રાંતી ખેત મજૂરી માટે જસદણ આવેલ ત્યારે પોતાનુ બાળક રમતા રમતા કૂવામા પડી જતાં જસદણ નગરપાલિકાની ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી ફાયર ટીમે ભારે મુશ્કેલી બાદ બાળક ના મૃતદેહ ને કુવા માંથી બહાર કાઢ્યો હતો અને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે બાળક ના મૃતદેહ પી.એમ ખસેડવામાં આવ્યું રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read Moreભાવનગર ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરાવતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજમદારોને નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે આશયથી ભાવનગર શહેરમાં જુદા જુદા ચાર કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રો આજથી કાર્યરત કરવામાં આવ્યા છે. છે. જેને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી શહેરના આર.ટી.ઓ. સર્કલ ખાતે ઉપસ્થિત રહી આ યોજનાના કેન્દ્રોની શરૂઆત કરાવી હતી. ભાવનગર શહેરના મુખ્ય ચાર કડીયાનાકા આર.ટી.ઓ. ઓફિસની સામે, મોખડાજી સર્કલ પોલીસ ચોકીની બાજુમાં, ઘોઘા રોડ ૧૫૦ ફૂટ રિંગરોડ અને બોરડીગેટ પોલીસ ચોકી પાસે આ યોજના અંતર્ગત ભોજન માટેના બૂથ ઉભા કરવામાં આવેલ છે.…
Read More