હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાનમાં રંગરસ લોકમેળા-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ હતું. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તક રંગરસ લોકમેળા-૨૦૨૩માં સારી રીતે સ્વચ્છતા જળવાય રહે તે હેતુ થી ત્રણેય શીફટમાં રાઉન્ડ ધ કલોક સફાઇ કરવામાં આવેલ. જે અન્વયે રાઉન્ડ ધ કલોક કુલ:-૨૨૫ સફાઇ કામદારો દ્વારા લોકમેળામાં સફાઇ કામગીરી કરવામાં આવેલ તથા નાયબ પર્યાવરણ ઇજનેર-૧, મદદનીશ પર્યાવરણ ઇજનેર-૫, સેનીટેશન ઓફિસર-૧ તથા સેનેટરી સબ-ઇન્સપેકટર-૧૨ વિગેરેનો સ્ટાફ રાખવામાં આવે છે. આમ, તા.૦૫/૦૯/૨૦૨૩માં રંગરસ લોકમેળામાં જુદા-જુદા સ્ટોલનું ચેકીંગ કરવામાં આવેલ હતું. જેમાં કુલ-૭૮ જુદા-જુદા સ્ટોલનું ચેકીંગ કરતા ૨૬-સ્ટોલમાંથી સીંગલ યુઝ પ્લાસ્ટીક ૦૫-કિ.ગ્રા., ડીસ્પોઝેબલ ગ્લાસ-૧૯૫૦ નંગ તથા કુલ-૮૦૦ નંગ સીંગલ યુઝ ડીશ જપ્ત કરવામાં આવેલ તથા લોકમેળામાં જુદા-જુદા ખાણી-પીણીના સ્ટોલમાંથી કુલ રૂ|.૧૧,૫૦૦/-(અંકે રૂપિયા અગીયાર હજાર પાંચસો પુરા)નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. તેમજ લોકમેળામાં તા.૦૪/૦૯/૨૦૨૩ થી તા.૧૦/૦૯/૨૦૨૩ સુધી ૧૭૬ ટન કચરાના નિકાલની કામગીરી જે.સી.બી-ડમ્પર તથા ૨-મીની ટીપર દ્વારા કરવામાં આવેલ છે. તેમજ લોકમેળામાં કુલ-૬ મોબાઇલ ટોઇલેટ યુનિટ રાખવામાં આવેલ હતા.
ઉપરોકત કામગીરી પર્યાવરણ ઇજનેર એન.આર.પરમાર તથા નાયબ પર્યાવરણ ઇજનેર વી.એમ.જીંજાળાના માગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.