હિન્દ ન્યુઝ, બોટાદ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા બોટાદ જિલ્લાના ૧૦૬-ગઢડા વિધાનસભા મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે સાંતનું ગોયેલ(IAS) અને ૧૦૭-બોટાદ વિધાનસભા મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે જી. શ્રીકાંત (IAS) ની નિમણૂંક કરવામાં આવી છે. આ બન્ને જનરલ ઓબ્ઝર્વરઓનુ બોટાદ જિલ્લામાં આગમન થઈ ગયું છે.
વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી અન્વયે ૧૦૬-ગઢડા વિધાનસભા મત વિસ્તાર માટે કોઈ વ્યક્તિને ચૂંટણી સંબંધિત કોઈ રજૂઆત હોય તો ૧૦૬-ગઢડા વિધાનસભા મત વિસ્તારનાં જનરલ ઓબ્ઝર્વર સાંતનું ગોયેલને મો. નં. ૮૪૬૯૦ ૧૫૩૨૦, લેન્ડ લાઈન નં. ૦૨૮૪૯-૨૯૯૧૨૧ અને ફેક્સ નં. ૦૨૮૪૯-૨૯૯૧૨૬ ઉપર રજૂઆત કરી શકશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો બોટાદનાં પાળિયાદ રોડ સ્થિત સર્કીટ હાઉસ ખાતે સવારે ૯-૦૦ થી ૧૦-૦૦ દરમિયાન ઓબ્ઝર્વરને મળી શકાશે.
તેવી જ રીતે ૧૦૭-બોટાદ વિધાનસભા મત વિસ્તાર માટે કોઈ વ્યક્તિને ચૂંટણી સંબંધિત કોઈ રજૂઆત હોય તો ૧૦૭-બોટાદ વિધાનસભા મત વિસ્તારનાં જનરલ ઓબ્ઝર્વર જી. શ્રીકાંતને મો.નં. ૯૮૨૪૩ ૯૬૨૬૮, લેન્ડ લાઈન નં. ૦૨૮૪૯-૨૯૯૧૨૪ અને ફેક્સ નં. ૦૨૮૪૯-૨૯૯૧૨૭ પર રજૂઆત કરી શકશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો બોટાદ સર્કીટ હાઉસ ખાતે સવારે ૯-૦૦ થી ૧૦-૦૦ દરમિયાન તેઓ ઓબ્ઝર્વરશ્રીને મળી શકશે. તેમ બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર બી.એ.શાહની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ