હિન્દ ન્યુઝ, ભાવનગર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરનાં ઉપક્રમે યુવા ઉત્સવની સ્પર્ધામાં નવી ઉમેરો થયેલ ૪ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર દ્વારા યોજવાનો થાય છે.
ભાવનગર શહેરકક્ષા અને ભાવનગર ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં અલગ અલગ યોજાશે જે પૈકી 1. Story Writing, 2. Poster Making, 3. Declamation, 4. Photography જેવા વિષય પર સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાઓ ૧૫ થી ૨૯ વર્ષની વયજુથ (ખુલ્લો વિભાગ) માં યોજાશે.
સ્પર્ધાના નિયમો સાથે સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત નમુનાનું અરજી ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ– dydobvn.blogspot.com પરથી મેળવી શકાશે. ફોર્મ ભરી જરૂરી પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન એનેક્ષી બિલ્ડીંગ, જી-૧/૨, ભાવનગર કચેરીએ તા.૦૧/૧૧/૨૦૨૩ સુધીમાં પહોંચતું કરવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર શહેર/ગ્રામ્ય ની યાદીમાં જણાવેલ છે.
