હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં છે. આ યોજના હેઠળ લાભાર્થી બહેનને દર માસે રૂા. ૧૨૫૦ ની સહાય ચુકવવામાં આવે છે. હાલ જિલ્લામાં ૩૩,૩૦૬ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. આ તમામ લાભાર્થી બહેનોને તથા કુટુંબના તમામ સભ્યોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભ મળે તે હેતુથી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા આ તમામ લાભાર્થીઓએ પોતાનું આધારકાર્ડ, રાશન કાર્ડ અને આવકનો દાખલો લઇ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતના વીસીઇનો તાત્કાલીક સંપર્ક કરી આયુષ્માન કાર્ડ કઢાવી લેવાનું રહેશે. કોઇ મુશ્કેલી જણાય તો મહિલા અને બાળ અધિકારીની કચેરી ના ફોન નંબર ૦૨૮૭૬-૨૮૫૧૫૦ પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.