પાસોદરા પાટીયા એરિયામાં શાલીગ્રામ ફ્લોરા ના યુવાન મિત્રોએ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે ગોકુળ મથુરા ના થીમપર ડેકોરેશન

હિન્દ ન્યુઝ, રાજકોટ

     પાસોદરા પાટીયા એરિયામાં શાલીગ્રામ ફ્લોરા ના યુવાન મિત્રોએ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે ગોકુળ મથુરા ના થીમપર ડેકોરેશન કરીને પ્રદર્શન ગોઠવેલ છે. જે તારીખ ૬ અને ૭ ના રોજ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. જેમાં આજુબાજુ ની તમામ સોસાયટીના રહેવાસીઓ દર્શન માટે આવી શકે છે એવી વ્યવસ્થા કરેલ છે. શાલીગ્રામ ફ્લોરા ના પ્રમુખ ઘનશ્યામભાઈ ઝાલાવાડીયા વધુમાં જણાવતા કહે છે કે, આજના સમયમાં જ્યારે લોકો સમાજ કે આપણી સંસ્કૃતિ માટે સમય કાઢવાનું ભૂલતા જાય છે અને આજે ગલીએ ગલીએ નાકે નાકે જન્માષ્ટમી ગણેશ ઉત્સવ અને નવરાત્રી જેવા કાર્યક્રમો અલગ-અલગ ઉજવાતા હોય છે ત્યારે સોસાયટી માં 300 કરતાં વધારે પરિવારો એક સાથે જન્માષ્ટમી ગણેશ ઉત્સવ નવરાત્રી જેવા કાર્યક્રમો ઉજવતા આવે છે. તેમાં સોસાયટીના યુવાનો જેવા કે હર્ષદભાઈ બકરાણીયા, મિલનભાઈ પોકિયા, વૈભવભાઈ નાવડીયા, શ્રેયસભાઈ કનેરિયા, ગૌતમભાઈ વઘાસિયા, જયદીપભાઇ સુદાણી, નીતિનભાઈ, પંકજભાઈ, ગોપાલભાઈ મિસ્ત્રી જેવા 15 થી 20 યુવાનોએ નોકરી વ્યવસાયથી ઘરે આવી રાત્રે એક થી બે વાગ્યા સુધી બેસીને કોઈપણ સ્વાર્થ વગર હંમેશા કામ કરતા આવ્યા છે અને એમના આ કામમાં સોસાયટીના દરેક સભ્યો પૂરેપૂરો સાથ સહકાર આપતા આવ્યા છે.

Related posts

Leave a Comment