ઑગસ્ટ ૨૦૨૩ના માસમાં ૭ દેશના કુલ ૨૫ વિદેશી મુલાકાતીઓ સહિત ૫૭૩૬ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. ઑગસ્ટ ૨૦૨૩માં ૫૭૩૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૨૩ સ્કુલના ૨૨૮૪ બાળકોનો પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૭૩,૩૪૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.  

ઉપરાંત ઑગસ્ટ ૨૦૨૩નાં માસમાં ૧૫ ઑગસ્ટ ૨૦૨૩નાં રોજ સ્વાતંત્ર્ય દિન નિમીતે નાગરિકો માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો હતો. જેનો ૧૧૭૦ નાગરિકોએ લાભ લીધો હતો.

વિદેશી મુલાકાતીઓની વિગત:

Related posts

Leave a Comment