આયુષ્યમાન ભવ :પ્રોગ્રામ અંતર્ગત ભરતનગર પ્રા.આ. ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, મોરબી 

    ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભવ: પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક સરકારી સંસ્થાઓ ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જે અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર અને તેના નેજા હેઠળના અન્ય તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સાફ-સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ગ્રામજનોને પણ પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.

    વધુમાં આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત લોક ઉપયોગી એવા આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ કઢાવવાના બાકી હોય તેમણે પોતાની નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી વહેલી તકે આ બંને કાર્ડ કઢાવી લે તેવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના મેડિકલ ઓફિસર ડો. સી.એલ. વારેવડીયા તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડો.ડી.એસ. પાંચોટિયા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment