ભાદ્ર માસની સુદ પાંચમ પર સોમનાથમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું નવમું ચરણ

હિન્દ ન્યુઝ, સોમનાથ 

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન યોજવામાં આવ્યું છે.

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવાલક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન વિશ્વ કલ્યાણ ના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે.

કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન થી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત શ્રી ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે.

સ્કંદપુરાણ ના પ્રભાસ ખંડમાં ઉતરાાર્ધમાં ઉલ્લેખ અનુસાર પ્રભાસતીર્થમાં મહાવીનાયકી યજ્ઞનો ઉલ્લેખ છે જેમાં 1000 હોમ કરવાથી શાંતિ કલ્યાણ અને ઉત્કર્ષના આશીર્વાદ શ્રી ગણેશ આપે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ, અને દેશના કલ્યાણની પ્રાર્થના સાથે આ યજ્ઞ કરવામાં આવશે.

રાજ્યભરની તમામ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મણકા અનુસાર શ્રી ગણપતિ અથર્વશીર્ષના 1.25 લાખ પાઠ પૂર્ણ કરવામાં આવશે તે પછી, તા. 26,27,28 સપ્ટેબર દરમિયાન મહા ગણેશ યજ્ઞ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

આ મહાનુષ્ઠાના નવમા ચરણમાં શ્રી સોમનાથ મંદિર પરિસરમાં પ્રાચીન કપર્દીવિનાયક ગણેશજીના ચરણોમાં શ્રી નર્મદા વેદ પાઠશાળા- ભરૂચ,શ્રી સીતારામ સંસ્કૃત મહાવિદ્યાલય- ગાંધીનગર, શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 11,000 શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા.

 

 

Related posts

Leave a Comment