શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા વાર્ષિકોત્સવ ઉજવણી

જામનગર,

“શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ” દ્વારા સંચાલિત “એ. બી. વિરાણી કન્યા વિદ્યાલય” ખાતે વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં આવી હતી.
ધોરણ 6 થી 12 તેમજ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા અલગ-અલગ રૂપે રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે લેવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, પૂર્વ પ્રમુખ રામજીભાઈ ગઢીયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના બીનાબેન દવે, પૂર્વ ચેમ્બર પ્રમુખ તુલસીભાઇ ગજેરા, શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ સોરઠીયા, મંત્રી અશોકભાઈ પટેલ, ખજાનચી લવજીભાઈ વાદી, રમેશભાઈ વેકરીયા, શાળાના પ્રિન્સિપાલ તારાબેન પાંભર સહીત જ્ઞાતિના આગેવાનો અને વાલી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળામાં જયશ્રીબેન દત્તાએ કહ્યું હતું.

Related posts

Leave a Comment