ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની મેગા ઇવેન્ટ “GIS SAGA-2020” ની થઈ ધમાકેદાર ઉજવણી..

ગોંડલ,

ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં રહેલ સ્કિલ, કૌશલ્યને કંડારવા માટે સ્ટેજ પૂરું પાડવામાં આવે છે તેના ભાગરૂપે ચાલુ વર્ષની મેગા ઇવેન્ટ એટલે “GIS SAGA-2020” નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેને બે શૉ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા. આ મેગા ઇવેન્ટનું ભવ્ય આયોજન મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ, ગોંડલ ખાતે તારીખ 5 જાન્યુઆરીના રોજ થયું હતું. આ એક દિવસીય કાર્યક્રમના બે શો માં ઉપસ્થિત સંતો, મહંતો અને મહેમાનોના વરદ હસ્તે દીપ-પ્રાગટ્ય કરી શરૂ કરવામાંઆવ્યો હતો.
ચાલુ વર્ષની મેગા ઇવેન્ટ “GIS SAGA-2020” માં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ કૃતિઓમાંથી સમાજ ઉપયોગી કંઈકને કંઈક સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો. જે કાર્યક્રમની શરૂઆત ગજાનન વિઘ્નહર્તા દેવ ગણપતિની સ્તુતિથી થઇ હતી. આ ઉપરાંત પ્લાસ્ટિક થી થતા નુકશાન, પ્લાસ્ટિક કેટલું ભયંકર છે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો પર “નો પ્લાસ્ટિક” નામની કૃતિ નાના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરી અને એક સુંદર સંદેશ સમાજને પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત માનનીય વડાપ્રધાનનરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત ઝુંબેશને અનુરૂપ સ્વચ્છ ભારતની કૃતિ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી, તેમજ દેશની સરહદ પર તમામ પ્રકારના કષ્ટોસહન કરી આપણા બધાની સુરક્ષા કરી રહેલ આપણા જવાનો… આમ અનેક પ્રકારની કૃતિઓ કરી ઉજવણી કરવામાં આવેલ હતી.

Related posts

Leave a Comment